છીપનાં ગર્ભમાં મોતી,
બીનાં ગર્ભમાં છોડ,
દરિયાના ગર્ભમાં અનેક રહસ્યો!
કોઈ ન જાણે ક્યાં છુપાયું
કયુ રહસ્ય કોના ગર્ભમાં!
બન્યો છે ઉતાવળૉ માનવી
જાણવાને રહસ્ય શું છુપાયું
છે આ બ્રહ્માંડના ગર્ભમાં,
શું છે ગર્ભમાં આ આકાશનાં!
પણ જાણે છે મનુષ્ય
કેવી રીતે જાણવું કે
શું છે એક માનાં ગર્ભમાં!
ભોગ બની છે દિકરીઓ
માનવીની આ પરીક્ષણથી,
નથી જોઈ એણે દુનિયા,
છે જે માનાં ગર્ભની બહાર!
નથી મળ્યો મોકો આ દિકરીઓને,
ભોગવવાનો માનાં ગર્ભનો પ્રેમ!!!
થયું એનું અકાળે જ મૃત્યુ,
પોતાની જ માનાં ગર્ભમાં😢
ૐ શાંતિ શાંતિ શાંતિ🙏
- સ્નેહલ જાની