છે પરિસ્થિતિ વિકટ,
હવે એકમેકને પ્રેમ કરવાનું શીખવું પડશે,
ન તો હવે ક્યાંય બહાર જવાય છે, કે ન ટહેલવા જવાય છે બાગ-બગીચામાં,
આથી હવે થોડી એકબીજાની ભૂલ ને જીરવી લઈએ,
પ્રસન્ન રહેવા હવે થોડી હૂંફની આપ-લે કરતા શીખવું પડશે,
છે ભલે દેવાલય બંધ,
પણ અંતર મહીં શ્રદ્ધા રાખી,
'થઈ જશે બધું બહુ જલ્દી ઠીક' એ આશા સાથે હવે આ વિકટ સમય સામે લડતા શીખવું પડશે,
હવે કોઈ કરવી નથી ફરિયાદ ઈશ્વરને,
ઝાંખી ને થોડું અંતરમનમાં કોશિશ કરવી છે ભગવાનને અત્યાર સુધી કરેલા પ્રશ્ર્નોના જવાબ સાંભળવાની!
મૈત્રી બારભૈયા