Quotes by Maitri Barbhaiya in Bitesapp read free

Maitri Barbhaiya

Maitri Barbhaiya Matrubharti Verified

@maitribarbhaiya19384
(229)

રાતના અંધકારમાં વહી ગયેલા આંસુ કોઈને નહીં દેખાય,
મનમાં ને મનમાં ઘુંટાતા, મુંઝાયા કરતાં તમે, એ કોઈને નહીં દેખાય,
તમે ઝઝુમી રહેલા પરિસ્થિતિ કોઈને નહીં દેખાય,
લોકોને દેખાશે તો બસ બીજી સવારે તમારા ચહેરા પર પરાણે આવતું સ્મિત,
અને દેખાશે લોકોને તમે લીધેલો એક ખોટો નિર્ણય!

Read More

ઘરનું જો કોઈ પાત્ર બહુ બોલતું હોય ને, વાતો કરતું હોય ને તો એને ચૂપ ન કરાવતા, એક વખત કાયમને માટે ચૂપ કરાવી દીધા પછી ફરીથી બોલાવવું અને બોલવું અઘરું પડી જશે તમારા માટે અને એમના માટે પણ!

Read More

यह जो तुम जिसे समझा रहे हों आज,
सोचो, कल अगर वह नहीं रहा तो किसे समझाओगे?

-Maitri Barbhaiya

જિંદગી એ મરી જવાની તક તો ઘણી આપી,
પણ ઈશ્વરે જીવવા માટે ઈશારો કર્યો!

અંતે તો બધું અહીંનું અહીં જ રહી જવાનું છે,
તો પછી રોજ આ દોડધામ, આ ઉધામા શેનાં છે?

જ્યારે જીવનમાં તમને neutral રહેતા આવડી જાય ત્યારે તમને કોઈ જ પરિસ્થિતિથી ફરક નથી પડતો અને તમે દરેક પરિસ્થિતિ સામે મક્કમતાથી લડી શકો છો. બસ! આટલો જ ખેલ છે અને આ મુકામ સુધી વર્ષો વીતી જાય છે. જ્યારે તમને neutral રહેતા આવડી જાય ત્યારે તમને ન તો કોઈ દુઃખ હચમચાવી શકે છે કે ન તો કોઈ સુખ કે ખુશી તમને છલકાવી શકે છે.

Read More

आज जो यह तुम्हारे साथ है,
तो खटक रही है तुम्हें,
एक दिन जब निकल जाएगी तुम्हारे जीवन से,
तो फिर कहा ढूंढते फिरोगे?

#Women 'sDay

Read More

જિંદગી ઘણી મૂંઝવણમાં અટવાય છે,
અને જીવન 'જો' અને 'તો'ની કલ્પનામાં જીવાય છે!

चाहे ग़म मिले तो,
ग़म लिखते चलिए,
और खुशी मिले तो,
खुशी लिखते चलिए,
इस तरह जिंदगी की किताब लिखते चलिए!

અહીં પીડાઓ સામે પણ બાથ ભીડી છે,
એથી હવે સમસ્ત વેદનાઓ પારકી લાગે છે!