Gujarati Quote in Poem by Bakul

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકડાઉન લવ

કેદ કરી દઉં તને બાંહો માં
પછી થઇ જઈએ લોકડાઉન
જકડી રાખું તને બાંહો માં
ભલે લંબાય આ લોકડાઉન...

ઉર માં ઉછળે આનંદ છોળો
એક બીજાની સંગત માં
એક બીજામાં ડૂબી જઈએ
ભલે લંબાય આ લોકડાઉન...

સ્વર્ગીય સુખ ની એ પળો ને
જલ્દી હવે માણી લઈએ
ઉર થી ઉર ચાંપી ને પછી
ભલે લંબાય આ લોકડાઉન...

એક બીજામાં ઓગળી ને
એકાકાર થઇ જઈએ
મિલન અનેરું હશે "બકુલ"
ભલે લંબાય આ લોકડાઉન...

-બકુલ ની કલમે...✍️
ગઝલ
15 એપ્રિલ 2021
13.42

Gujarati Poem by Bakul : 111692483
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now