અંધકાર માં પ્રગટી છે કાળની ચિનગારી
એ મૃત્યુ ને જીવનમાં ફેરવવું છે પણ,
હે પ્રભુ મનુષ્ય હવે મૂંઝાયો છે
સુખને શોધવા બન્યા સૌવ ભિખારી
એ શાંત પડેલા હદયને ધબકાવવું છે પણ,
હે પ્રભુ મનુષ્ય હવે મૂંઝાયો છે
સ્મશાનમાં પડી છે લાખો લાશોની ઢેરી
અગ્નિમાં ભષ્મ થતા જીવને રોકવું છે પણ,
હે પ્રભુ મનુષ્ય હવે મૂંઝાયો છે
ડોક્ટર, પોલીસે દિન-રાત ખૂબ સેવા કરી
એ અધૂરા સ્વપ્નને પૂરું કરવું છે પણ,
હે પ્રભુ મનુષ્ય હવે મૂંઝાયો છે
મહામારિથી બહાર આવવા ઉપાય શોધે છે વેપારી
આ જંગને જીતવા લડવું છે પણ,
હે પ્રભુ મનુષ્ય હવે મૂંઝાયો છે
થવા આવ્યો છે સૃષ્ટિનો નાશ તારણહારી
દેશને ફરી દોડતું કરવું છે પણ,
હે પ્રભુ મનુષ્ય હવે મૂંઝાયો છે