જો ભાવ ઊર્મિ તોલમાં,પાજી થવાય છે,
હ્રદયે રહી જરાક, જો કાજી થવાય છે.
રાહત છે શ્વાસમાં , તું ઇબાદત મહીં રહે,
મીંચીને આંખ આમ જ, રાજી થવાય છે.
જો ક્યાંક તૂટે તાર ,હદયનો પછી જ જો,
ત્યાં લાગણી મહીં , કેવાં નાજી થવાય છે.
ચાહત તમે ગજબની જરા રાખીને જુઓ,
શબ્દો ભરીને ભાવની, બાજી થવાય છે.
આનંદમાં રહીને, વહેંચી શકાય દિલ,
જો ક્યાંક કોઈ, વાતમાં હાજી થવાય છે.
-મોહનભાઈ આનંદ