શબ્દની મસ્તીથી , સંતાડું તને.
મૌનની મસ્તી થી , રંજાડું તને.
શેરિયત તો હોય છે, શબ્દાનુભૂતિ,
કાફિયામાં જો , હું બેસાડું તને.
મોજ ઝરણાં જો ,રદીફો છે ગઝલ.
મારિફત મસ્તીથી , ઓઢાડું તને.
છે સમાધી સ્પંદનો, ભીતર જુઓ,
કળ અકળ જો મન, હું બેસાડું તને.
હોય છે આનંદ , સાચો ચિન્મયી,
અર્થ મોઘમ, હસ્તિ દેખાડું તને.
-મોહનભાઈ આનંદ