વાહ રે ખુદા, એવો તે મેં શું ગુનો કર્યો?
કે તેં તો સરેઆમ મને સાવ ભૂંડો કર્યો.
તન પર જખ્મ હોત તો લગાવત મલમ,
પરંતુ તેં તો આ ઘાવ બહૂજ ઊંડો કર્યો.
સગાઓને ખુશ રાખવાના કર્યા પ્રયાસ,
પણ દર વખતે એણે જ મારો મૂંડો કર્યો.
કાઢી ખૂબ અણી જમાનાએ "વિએમ"
ઘસી ઘસીને દુનિયાએ સાવ બૂઠો કર્યો.
શરીફની છાપ પણ હવે ઘસાવા લાગી,
ગયો એની ગલ્લી તો એણે ગૂંડો કહ્યો.
નિકળ્યો જ્યાં કરી સજદા તારી ખુદા,
કહ્યું જો મિત્રને તો એણેય જૂઠો કહ્યો.
તડપું છું કહેવા મારા આ દિલના હાલ,
પણ, જમાનાએ હર વખત મૂંગો કર્યો.
ફસાયો છું ભવસાગરની મઝધારમાં હું,
ના મળ્યો કિનારો કે ના કોઈ ઠૂંઠોં મળ્યો.
હવે તો પલટાવ કિસ્મત મારી ઓ ખુદા,
કે મારાથી તું પણ ક્યાં હવે જૂદો રહ્યો?
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO (GEB)