કુણા કુણા હદયે ,. ઘાવ ઘાવ કેમ કરે,
જુદા જ કોઈ પછી,હાવ ભાવ કેમ કરે?
સતાવ દિલને ખરી,ખોટી યાદ શાને પછી.
કદીક મીઠડી હો , રાવ રાવ, કેમ કરે?
ખરી છે રૂહ તણીયે, કમાણી મસ્ત રહો,
ફકીર જેમ તું જો, આવ જાવ કેમ કરે?
રુડી નજરનાં છે ,એ જામ કોણ કેમ ભરે?
તું દિલ મહીં ઉતરી ,જાવ જાવ કેમ કરે?
છે કસ્તિ જો તું હિલોળા લઈ રહી ત્યાં તું જો
ને કાણું પાડી પછી , આમ સાવ કેમ કરે?
-મોહનભાઈ આનંદ