મન ઉઘાડી પડદો ભીતર ત્યાં શું જોયું ?
સાચે દર્પણમાં ખરેખર ત્યાં શું જોયું?
આંખ થી જો નિખરતા એ નૂર જાણી,
દિવ્યતામાં તરબતર થઈ,ત્યાં શું જોયું?
નીલવર્ણી છે , હયાતી જો પ્રકાશિત ,
મેઘધનુષી ભાસ પરથી, ત્યાં શું જોયું?
નીલિમા છે જો છવાઈ ગઈ ત્યાં કેવી,
રૂહની દિન ભર ખબર માં, ત્યાં શું જોયું ?
સૃષ્ટિ વ્યાપક છે અકળ કળવા મહીં જો,
પ્રકૃતિ ચેતન મય અસરમાં, ત્યાં શું જોયું?
-મોહનભાઈ આનંદ