શિવ - શંકર છે જટાધારી.
ગળામાં છે નાગ ફણધારી.
કંઠે ધર્યું છે હરાહળ વિષ.
વિષને સુધા બનાવે મહેશ.
પહેરી ગળામાં રુદ્ર માળા.
જટાથી વહે છે ગંગ ધારા.
માથે ધર્યો અર્ધ ચંદ્ર મુગટ.
અંગ લગાવે શંકર ભભૂત.
મહાદેવ સંગ ભૂતોની ટોળી.
ભજે સાધુ સંત ને અઘોરી.
ચોમેર બમ્મ ભોલેનું ગુંજન.
નર નારી કરે છે સંગ પૂજન.
કૈલાસના શિવ છે નિવાસી.
નમન કરે સર્વે બ્રહ્માંડ વાસી.
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO (GEB)