🙏 "વિશ્વ કવિતા દિવસ" 🙏
ગગનમાં વિહારે કવિતા;
ચમનની બહારે કવિતા;
વાદળની ગાજવીજ સંગ,
ઝરમરિયા વરસાદે કવિતા;
ખળ ખળ વહેતી નદીના,
વહેણના પ્રવાહે કવિતા;
સાગરની લહેરમાં છે તો,
હર એક કિનારે કવિતા;
લહેરાતા લિલા ખેતરે છે,
હર સુંદર નજારે કવિતા;
છે માતા પિતાના હેતમાં,
ભાડુંઓના દુલારે કવિતા;
સજનીના સ્નેહમાં છે એ,
ને સાજનના પ્યારે કવિતા;
બાળપણના સાથી એવા,
મિત્રોના છે સંગાથે કવિતા;
જો નજર કરો દશે દિશામાં,
આકાશને પાતાળે કવિતા;
જીવનના પ્રસંગે છે "વિએમ"
તો મૃત્યુના મલાજે કવિતા;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO (GEB)