મારા લખેલા કાગળનો જવાબ મોકલાવ.
નહીંતર તો ઝાકળ ભીનું ખ્વાબ મોકલાવ.
નથી કોઇ ઇચ્છા મને આખા ઉપવનની,
થઇ શકે તો ફક્ત એક ગુલાબ મોકલાવ.
આંગળીને ટેરવે ધર્યાં ફાગણીયા સ્પંદન,
એને ભરી શકાય એવી છાબ મોકલાવ.
ખાલીપો વધ્યો મારા અંધીયારા હૈયામાં,
જો થઈ શકે તો તું આફતાબ મોકલાવ.
જો ના સુજે કોઇ જવાબ આજ તને તો,
ચાલ, તું પણ કોઈ એક સવાલ મોકલાવ.
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO (GEB)