છે રુહાની યાર નો, પયગામ યારી ,
ત્યા હકીકી માં,અમાનત છે જ ન્યારી
ખેલ ખેલ્યો પ્રાકૃતિક છે, જો ગુણોમાં,
સત્વ રાજસ તમસ ,એવી ખોલી બારી.
હાશ હ્દયે પ્હોંચતી જો , પુર્ણતા માં,
મ્હેકતી જોવા મળે , ત્યાં ભીની ક્યારી.
ગૂંથતી જ્યાં સ્નેહ નાં તાણા જરા દિલ,
હોય છે શણગારી , જો રુહને દુલારી.
શ્વાસમાં સોહમ તણી જો ખૂશ્બુ સારી,
છે ઉજાણી દિલ માં , આનંદ પ્યારી.
-મોહનભાઈ આનંદ