ભાઈઓ ભાઈઓ વચ્ચે અમે ભીંત ચણતાં જોઈ;
ને એ ભીંતોમાં એમને જ અમે ઈંટ ગણતાં જોઈ;
નહીં આવે કોઈ રાવણ અહીં કરવા અપહરણ,
છતાં ઘર બહાર અમે લક્ષ્મણ રેખા તાણતાં જોઈ;
બીજાનું કષ્ટ જોઈને જેનામાં જાગતી'તી કરૂણા,
એમનેય કોઈના દુ:ખમાં અમે મોજ માણતાં જોઈ;
એકબીજાની ઈચ્છા કરવા પૂરી રહેતા હોય તત્પર,
એમની ખૂદની જ ઈચ્છાઓને અમે હણતાં જોઈ;
ભણેલ ગણેલ તો જોવે છે નફોખોટ હર સબંધમાં,
અભણને પણ અમે આ ચતુરાઈ ભણતાં જોઈ;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO (GEB)