એક તારી યાદ જે દિલથી ક્યારે ગઈ નહીં.
એક મારી યાદ તારા દિલમાં હવે રહી નહીં.
એક મારી નજર તને ઓઝસ કરી શકી નહીં.
એક તારી નજર જે મારા પર કદી ટકી નહીં.
એક મારી ભાવના તારી આશા જગાવતી રહી.
એક તારી આશા મારી ભાવના ફગાવતી રહી.
એક મારી ઈચ્છા તને સદાય પામવાની રહી.
એક તારી ઈચ્છા મને સદા ભૂલવાની જ રહી.
એક મારી વાસ્તવિકતા તને ભૂલી શક્યો નહીં.
એક તારી વાસ્તવિકતા તને યાદ જ રહ્યો નહીં.
એક મારી કિસ્મત હતી કે તું મારી થૈ શકી નહીં.
એક તારી હકિકત છે મને તારો કરી શકી નહીં.
એક મારી વેદના "વિએમ" ક્યારેય સમી નહીં.
એક તારી વ્યથા જો ક્યારેય પણ પ્રગટી નહીં.
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)