માનું માતૃત્વ
વ્હાલ દેખે સૌ
પિતૃત્વ?????
એક બાળક માટે માતા પોતાનો જીવ જોખમમાં મૂકીને એને જન્મ આપે છે. આ દુનિયામાં એને લાવે છે. બધાં જુએ છે કે માતા આખી રાત જાગીને બાળકને સાચવે છે, એની માંદગીમાં ખડે પગે એની ચાકરી કરે છે. દરેક જણ એ પણ જુએ છે કે પિતા નફ્ફટ થઈને સુઈ જાય છે. પણ શા માટે એ નથી જોઈ શકતાં કે જો એ પિતા રાત્રે સૂઈ ન જશે તો સવારે ઊઠીને નોકરીએ કોણ જશે? ઘરમાં પૈસા કેવી રીતે આવશે? શું પિતા પોતાની તમામ જવાબદારીઓ નથી નિભાવતા? શું રાત્રે ઉજાગરા કરે તો જ એનું પિતૃત્વ સાબિત થાય?
મારા મતે પિતાના પિતૃત્વ પર શક કરવો નકામો છે.
- સ્નેહલ જાની