Quotes by બદનામ રાજા in Bitesapp read free

બદનામ રાજા

બદનામ રાજા

@kishorshrimali4376


ઘરવારી માવતર ગઈ હોય અને ત્યાંથી પણ ફોન કરી કરી ને બાજતી હોય તો એને
WORK FROM HOME
કેવાય

😜😜😜😜😜

हमेशा वंचित रहा प्रेम से,प्रेमिका से और अपने आप से...

સ્ત્રીઓને માટે સારો પતિ મળે એ માટે‌!

હરતાલિકા તીજ,
વટપૂર્ણિમા,
કરવાચૌથ,
સોળ સોમવાર ના વ્રત,
આવા સાદા અને સરળ ઉપાયો.

અને..

પુરુષોને સારી પત્ની મળે તે માટે,
UPSC, GPSC, CA, IIT, IIM, SET, NET, IBPS
જેવી અઘરી અઘરી પરીક્ષાઓ...”

આતો હવે બધા તહેવાર આવવા માંડ્યા એટલે વિચાર આવ્યો
😝😝😝😂😂

Read More

હજુ 'લાગણી' જેવું કંઇક વાચી શકું છું ત્યાં સુધી,
આવવું હોય તો કરજે ઉતાવળ આવવામાં...

♥️♥️♥️

બે ચાર મિત્રો જેનાં વાચક બની શકે છે!
એ પણ બધા કવિ કે લેખક બની શકે છે!

લાગે જે ફૂલ જેવી, કંટક બની શકે છે!
ખોટી હો વાહવાહી ભ્રામક બની શકે છે!

પ્રસ્તાવના લખે જો મોટા ગજાના માણસ,
જોડકણાં પણ કોઈના પુસ્તક બની શકે છે!

એક નામ કેવું ભારે, ખુદ્દારીથી ય મોટું!
'એવોર્ડ' માટે કોઈ યાચક બની શકે છે!

ભૂલો છુપાવવાનું કૌશલ્ય એથી વિકસ્યું,
જાણે છે એય મૂંગા પ્રેક્ષક બની શકે છે!

આખા નગરમાં એવા એકાદ બે મળે, જે
ખુદનું કરી વિસર્જન સર્જક બની શકે છે!

સંદીપ પુજારા

Read More

પૂછ્યો આજે માટી ને એક સવાલ, આટલું શું! મહેકવું વરસાદના આવવાથી. માટી એ સરસ જવાબ આપ્યો. કેટલાં મહિનાની વિરહની વેદના છે આ...

Read More

ઈચ્છા બસ એટલીજ છે... પ્રેમ તારો મળે..
પ્રસ્તાવ હું મુકું ને તારી હા મળે...

🌹❤️

સબંધનું કોઈ શાસ્ત્ર નથી સબંધ કેવી રીતે ટકે તેના કોઈ નિયમ નથી પ્રેમનાં પ્રકરણો નથી હોતા સ્નેહનાં પાઠ ન હોય લાગણીના કાયદા ન હોય ..
પ્રેમ તો સામાન્ય સમજણ અને સાત્વિક સંવેદનાઓથી જ જીવતો રહે, હું તને પ્રેમ કરું છું તું મને ગમે છે, તારી સાથે મને સારું લાગે છે, તને મળવાનું મન થાય છે, તારું સાનિધ્ય મને જીવવાનું બળ આપે છે, તું છે તો બધુ જ છે, તું હોય તો મને મારા હોવાનો એહસાસ થાય છે, દરેક સબંધ જુદી જુદી ધરા પર જીવતો હોય છે , બધામાં જો કંઈક કોમન હોય તો એ માત્ર ને માત્ર સંવેદનાઓ છે ..
સબંધોમાં બહુ વિચાર કરવાની પણ જરૂર હોતી નથી સબંધો સહજ રીતે વહેવા જોઈએ,
કોઈ અભ્યાસ કોઈ ડિગ્રી કોઈ સફળતા કે ગમે તેટલી સંપતિ સબંધો સાચવવાંમાં કામ નથી લાગતી, સબંધોને જ્ઞાન સાથે પણ કઈ ખાસ લેવાદેવા નથી એના માટે તો બસ થોડીક વ્યવહારિકતા થોડીક સવેદના અને થોડાક સ્નેહની જરૂર હોય છે ..
વધુ ભણેલા લોકોના સબંધો પણ હાલક ડોલક થતા રહે છે ને ગામડામાં રહેલા ઓછું ભણેલા લોકો ના સબંધો પણ સ્વચ્છ ને સ્વસ્થ હોય છે...
પ્રેમ કરવાની આવડત બધામાં નથી હોતી તમારી પાસે જો એવી વ્યક્તિ છે, જે તમને પ્રેમ કરે છે, જેને તમારી ફિકર છે , જે તમારી રાહ જુએ છે, જેને તમારાથી ફેર પડે છે, તો તમે નસીબદાર છો
સુખની વ્યાખ્યામાં સફળતા છેલ્લે આવે છે, સૌથી પહેલા તો સ્નેહ અને સંવેદના જ છે ,બહુ આગળ નીકળી ગયા પછી જો સાવ એકલા હોઈએ તો એનો કોઈ અર્થ નથી હોતો.. હમસફર હોય તો મંઝિલે પહોંચવાનો થાક નથી લાગતો, સફરની જેને મજા નથી મળતી એ મંઝિલે પહોંચીને પસ્તાતા હોય છે.. જીવનના દરેક તબક્કે માણસે વિચારવું જોઈએ કે મારા સબંધો તો જીવતા છે ને ?? સબંધો મરેલા હશે તો જીવવાની મજા આવવાની નથી ..
સબંધો ટકાવવા મેહનત કરવી પડતી હોય તો સમજજો કે ક્યાંક કશો પ્રોબ્લેમ છે રીલેશનમાં રીલેક્સ ફીલ ન થાય તો એને રિચાર્જ કરો ...

દિલ ની વાત ♥️

Read More

પોસાય એટલા જ સંબંધો રાખવા વ્હાલી,
કેમ કે લાગણીની લોન કોઈ બેંક પાસે નહિ મળે...

આપડી જીભ થી કોઈ ને ઇજા ના પોહચે એ સર્વ શ્રેષ્ઠ યોગ છે....

Happy Yog Day..