પથ્થર બન્યો છે ઈશ્વર કે પછી એ ઈશ્વર બન્યો પથ્થર.
માણસ માણસ વચ્ચે અંતરનું કારણ હશે કોઈ નક્કર.
ભવ સાગર માં મોક્ષ માટે રચ્યા છે લાખ ચોર્યાસી ફેરા,
ને જન્મ મરણનું અજીબો ગરીબ એણે રચ્યું છે ચક્કર.
ઈશ્વરેને ધરાવાય છે અંદર તો છપ્પન ભોગ પકવાનના,
બહાર બટકું રોટલા માટે જિંદગીથી કરતા રહે છે ટક્કર.
જોયા છે મેં અમીરોને મંદિર મસ્જિદમાં માગતાં ભીખ,
અબોલની ભૂખ ભાંગતા ગરીબોને જોયા બહુ સધ્ધર.
સર્જનહારે બનાવ્યા નિયમ જાળવવા સૃષ્ટિનો તાલમેલ,
પણ, માણસે તો નિયમને ચડાવી દિધા સાવ નેવે અધ્ધર.
એક સુક્ષ્મ વિષાણુ એ બતાવી દીધી માણસની ઓકાદ,
વાહ રે પ્રભુ સબક શીખવાડવાની તારી રીત છે જબ્બર.
હજૂ પણ સમય છે માનવી સમજ કુદરતનો તું ઇશારો,
જીવનની ભૂલો ભૂંસવા પછી નઈ મળે તને કોઈ રબ્બર.
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)