Gujarati Quote in Blog by Krishna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વાર મમ્મી સાથે ડેટ પર જવું છે...

થોડા સિક્રેટ્સ
શેર કરવા છે,
થોડી
કબૂલાતો કરવી છે,
એમણે આપેલી જિંદગીના બદલામાં,
એમને એક સાંજ ધરવી છે.

બાળપણમાં જે હાથ મને તેડીને હતા,
એ જ હાથને
વ્હાલ કરવું છે,
એક વાર
મમ્મી સાથે
ડેટ પર જવું છે...

કોલેજમાં કરેલી મસ્તી લઈને,
એમની જાણબહાર કરેલી ગુટલી નું
કેટલું વજન લાગતું હોય છે યાર,
એક નહિ કીધેલા સિક્રેટનું.

કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જઈને,
મમ્મા ને એક ગુલાબ આપવું છે.
આટલું વિશાળ હ્રદય સાચવીને,
ચૂપચાપ બેઠેલા મન નું મારે ક્ષેત્રફળ માપવું છે.

એમણે પપ્પા ને પ્રેમ કર્યો છે,
એમનું નામ ઓસ્કાર માટે નોમીનેટ કરવું છે.
એક વાર
મમ્મી સાથે
ડેટ પર જવું છે....

થોડો ટાઈમ કાઢીને મારે,
એમના જીવતરમાં રહેલા અભાવ ગણવા છે.

અજવાળામાં જઈને,
એમના શરીર પર થયેલા એક એક ઘાવ ગણવા છે...

કાયમ સાથે રહેવા માટે,
ગીતા પર હાથ રાખીને એમને પ્રપોઝ કરવા છે.

ખાબોચિયા જેવી જાત લઈને મારી અંદર,
મારે સમંદર જેવા મમ્મી ને ભરવા છે.

હાથ પકડીને,
આંખોમાં આંખો નાખીને
એકવાર
‘આઈ લવ યુ’ કહેવું છે,

એક વાર
મમ્મી સાથે
ડેટ પર જવું છે...!!

Gujarati Blog by Krishna : 111675543
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now