Gujarati Quote in Poem by Tr Mrs Snehal Rajan Jani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મજાનાં હતાં એ દિવસો,
સવાર પડે ને જઈએ સ્ટેશને.
ભીડથી ભરેલ ટ્રેન આવે,
ધક્કા મારતાં પહોંચીએ અંદર.
ક્યારેક મળે કોઈ જાણીતું,
અને ક્યારેક બધાં અજાણ્યા.
આમ જ શરુ થાય ટ્રેનની સફર,
મુસાફરો વધતા જાય, ટ્રેન ભરાતી જાય.
કોઈક વાર જઈએ તો બને આ
ટ્રેનની સફર દુઃખદાયક, પણ
દરરોજ જઈએ તો પડી જાય ટેવ.
બને નવા નવા મિત્રો અને રોકીએ
જગ્યા એકમેકની.
ઊતરે વારાફરતી સૌ કોઈ,
જેમ જેમ આવતાં જાય એમનાં મુકામ.
'સાંજે મળીએ' કહી છૂટા પડે અને
સાંજ પડતાં જ ફરીથી સૌ
કોઈ સાથે. મળતાં જાય સૌ કોઈ
અને ચાલે રમઝટ ચર્ચાની.
કોણ શું નવું જાણી લાવ્યું
એ જાણવાની સૌને ઉત્સુકતા.
જામે મહેફિલ સંગીતની ક્યારેક
તો ક્યારેક ચાલે વાદ વિવાદ.
સૌ કોઈ અજાણ્યા અચાનક
જ બની જાય વર્ષોથી જાણીતા.
યાદ આવે છે એ દિવસો, જે
માણ્યા હતાં ટ્રેનની સફરમાં!
યાદ આવે છે એ સૌ મિત્રો જે
બન્યાં હતાં ટ્રેનની સફરમાં!
- સ્નેહલ જાની

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111674632
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now