🎹🏵️🌾🌹🌾🏵️🎹
🙏આજનો સત્સંગ 🙏
🌹*કૃષ્ણસેવા પરાયણ છે તે સંસારસાગરમા પણ નિર્ભય છે* 🌹
ભક્તની અહંતા-મમતા જે ફેલાઇને ભગવાનને પણ પોતાના રંગમા રંગી લે છે ત્યારે ભગવાન પણ ભક્તના સંસારમા કૂદી પડે છે. ...
શ્રીમહાપ્રભુજીએ આ વાત એક ઉદાહરણથી સમજાવી છે *કે ડૂબતા માણસને બચાવવા જેને તરતા આવડે છે તે શુ કરશે...? ,શુ તે દોરડુ ફેકશે....?* હા ફેકી શકે છે, પણ જો તેની મમતા ડૂબવાવાળામા આછી હોય, પણ માની લો કે તેનો જ દીકરો જ ડૂબી રહ્યો છે તો દોરડુ ફેંકીને તેને બનાવવાની ધીરજ બાપની રહેશે..? ના બાપ જાતે જ કૂદી પડશે તે જ પ્રમાણે ભક્ત જ્યારે પોતાની અહંતા-મમતાના મોહના સાગરમા ડૂબી રહ્યો હોય છે ત્યારે ભગવાન જાતે જ કૂદી પડે છે કહે *ભાઇ તુ ડૂબી રહ્યો છે. ?* ચાલ, હુ પણ આવી ગયો. *આજથી હું તને મારો સેવક માનીશ* આજથી તારા પરિવારને હું મારો સેવક માનીશ. આમ સંસાર સાગરમા ડૂબતા ભક્તને બચાવવા માટે ભગવાન તેના ઘરમા સેવ્ય બનીને પધારે છે. પ્રભુ જ્યારે આપણા અહંતા-મમતાસ્પદ *ઘર,પરિવાર, ધન* વગેરે બધાનો ઉપભોગ કરવા લાગી જાય છે તો તેનો અર્થ એ કે આપણને બચાવવા માટે પ્રભુ આપણી અહંતા-મમતાના મોહના સાગરમા કૂદી પડ્યા છે. ..હવે ડરવાની કોઇ બાબત નથી હવે તો ભવસાગરને પાર કરવાની પણ જરૂર નથી કારણ કે પ્રભુની સાથે જ્યારે આપણે આ સાગરની લહેરની મજા માણવાની છે. ....👏#રેખાચિટણીસ