બાળપણ
ધોમધખતા તાપમાં ફરવાની મજા નયારી હતી, બાળપણ ની એ ક્ષણો ખરેખર ખૂબ અનેરી હતી.... (૧)
ન કોઈ જાહોજલાલી, ન કોઈ પાબંદી હતી, હતાં સમયથી બેફિકર, પણ દિલની અમીરી હતી.... (૨)
માટીમાં રમતા ને ફાટેલાં પરિવેશ હતાં, નિર્દોષ હતી મૈત્રી ને મજા લખલૂંટ હતાં.... (૩)
વસંત, પાનખર ને વરસાદ એ બચપણ નાં સાક્ષી હતાં, ધમાલ, મસ્તી ને પળોજણ વગર દિવસો સોનેરી હતાં.... (૪)
હરખ હતો જલદી થી થઈએ મોટા, મોટાં બની ફરી નાનપણને ઝંખતા હતાં.... (૫)
દુનિયાદારી, વૈભવ થી પરે નાની ભૂલો થી ડરતાં હતાં, હવે લાગે એ ભૂલો વહાલી, બસ બાળપણ માટે તરસતા હતાં....(૬)
-Dr. Brijesh Mungra