મારા દિલમાં વસતી'તી આશા;
મારા તનમાં ભળતી'તી આશા;
રાહ નિરખતો રહેતો રાહમાં તો,
મારા મનમાં જાગતી'તી આશા;
યાદ આવતી હતી જ્યારે એની,
હોઠોમાં જ છલકાતી'તી આશા;
મારા સામે જ્યારે એ આવતી,
શરમાઈ ને મલકાતિ'તી આશા;
આભમાં સજતો ખૂબસૂરત ચાંદ,
પણ મારામાં સંવરતી'તી આશા;
કરતો રહેતો હતો તલાશ મોતની,
છતાંય મને જીવાડતી'તી આશા;
તમેજ કહો મિત્રો કોણ હશે એ?
છે Hope કે છે એ હસ્તી આશા?
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)