ક્યાં ગયાં? શોધો એમને,
હતાં સરસ મજાનાં!
કરાવતાં હતાં કસરત મગજની,
અને ચકાસતા હતાં જ્ઞાનનો ખજાનો.
શોધી લાવો કોઈ એ શબ્દોને,
જે નથી જડતાં હવે આ
માતૃભારતી પર.
આવતી હતી મજા એ શબ્દો
વિશે લખવાની. આપતી હતી
હું સ્વને જ ચેલેન્જ.
હતી હું એક શિક્ષિકા,
બની ગઈ હું લેખિકા આ
શબ્દોને વિસ્તારવામાં,
હજુ ચેક કરવું છે મારે
મારા શબ્દોરૂપી જ્ઞાનનો ખજાનો.
કરો કોઈ વિનંતી આ માતૃભારતીને,
શરુ કરો ફરીથી એ શબ્દોનો મારો.
નથી જોઈતી કોઈ શબ્દ સ્પર્ધા રોજની,
જોઈએ છે માત્ર એક શબ્દ
ફરજ પડે જેનાં વિશે લખવાની,
અને મનમાં રહેલ શબ્દભંડોળ ચકાસવાની.
- સ્નેહલ જાની