નહી મળુ તને,
શુષ્ક વ્યવહારમાં,
શોધજે મને તું,
ભીનાં હ્રદય નાં તારમાં,
નહી મળુ દુર દુર સુધી વિસ્તરેલા તારા સંસારમાં,
શોધજે મને તું,
તારા હ્રદય ના એકાંતમાં,
નહી મળુ તને અર્થહીન સંવાદમાં,
શોધજે મને તું,
તારા મૌન કેરા વાસમાં,
નહી મળુ તને,
આ આસપાસ ના માયાજાળ માં,
શોધજે મને તું,
તારા નયનો કેરા દ્વાર માં.
B+ve
-Krishna