પ્રેમ સંબંધમાં જરૂરી નથી રોજ ઇજાફો હોવો જોઇએ;
બસ સાચા દિલથી નિભાવવાનો ઇરાદો હોવો જોઈએ;
સુખ દુઃખ, હસી ખુશી તો આવે ને જાય છે જિંદગીમાં,
ખુશહાલ જીવી શકાય એવો જિવારો હોવો જોઈએ;
સુખમાં હોય સંગાથ ને વિપત્તિમાં બની જાય જે ઢાલ,
એવાજ દોસ્તારોનો જીવનમાં સહિયારો હોવો જોઈએ;
સનમ, તારે પ્રેમ કરવો હોય તો કર સાગર-નદીની માફક,
તારા ને મારા વચ્ચે કોઈ પણ ના કિનારો હોવો જોઈએ;
તું ઈચ્છે તો તૈયાર છે "વિએમ" આ જાન આપવા માટે,
બસ કાતિલ તારી નજરનો એક ઇશારો હોવો જોઈએ;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)