ગઝલ લખુ કે કવિતા લખુ
તું જ કહે હવે હું શું લખુ
અદભુત છે સૌંદર્ય તારું
હું તો બસ તને જ લખુ...
તારી કોમળ હથેળી ની
ગુલાબી નમણાશ મા
ભલે રચાવી તે મહેંદી
હોઠો થી મારા ચુંબન લખુ...
મધરું સ્મિત વેરતી આ
દંતપંક્તિઓ અદભુત છે
સ્મિત મઢેલા એ દાંત ને
દાડમ ની કળી કે મોતી લખુ...
નરમ અને કોમળ બહુ
અધરો તારા અદભુત છે
છવાઈ છે ગુલાબી સુરખી
ફુલ ગુલાબ કે પાંખડી લખુ...
લજ્જા ભરી એ નજર
શરમ થી તે ઝુકાવી છે
તારી મીઠી નજર ને હવે
ધારદાર કે તીરછી લખુ...
હાથ લઉં તારો હવે
મારા ધ્રુજતા હાથ મા
"કલ્પના" છે "બકુલ"ની
હથેળી મા મારું નામ લખુ....
બકુલ ની કલમે..✍️
ગઝલ
24-02-2021
07.55