શુભ સાંજ મિત્રો.
આજે મારે એક ચર્ચા કરવી છે.
મેં ઘણી જગ્યાએ ઘણાં લોકોને એવું કહેતાં સાંભળ્યા છે કે દરેક વ્યક્તિને જીવનમાં કોઈ એક શોખ તો હોવો જ જોઈએ. જીવન માણવા માટે શોખ જરુરી છે. ભલે શોખ રસોઈનો હોય કે ચિત્ર દોરવાનો, રંગ પુરવાનો હોય કે ફરવાનો, લેખનનો હોય કે ગાવાનો, કે પછી રમવાનો શોખ હોય. શોખ હોવો જોઈએ.
પણ શું લગ્ન પછી દરેક સ્ત્રી માટે એનો શોખ પૂરો થઈ શકે એ શક્ય છે?
શું એક પુરુષ પોતાની નોકરી અને પત્ની તથા બાળકોની અને ઘરની જવાબદારીઓ સાથે પોતાના શોખને પુરતો ન્યાય આપી શકે છે?