આવી છે ચૂંટણી ને નેતાઓના જૂદા જ રાગ છે;
મતદાતાઓના ઘરે ઠંડા ચૂલા ને પેટમાં આગ છે;
આપે છે જૂઠા પ્રમાણ રાજનેતા પ્રમાણિકતાના,
પણ હરકોઇ જાણે છે કે અહીં કેટલા બેદાગ છે;
ટીંગાળે છે ખૂદને સફેદ અને ખાદીમાં પરંતુ હવે,
સફેદ રંગ ને ખાદીમાં તેમના થકી લાગ્યા દાગ છે;
પંચવર્ષીય યોજનાનો એતો લે છે પૂરો લાભ પણ,
પાંચ વર્ષમાં મતદારોના મૂખમાં લાવી દે જાગ છે;
આપજો અમુલ્ય મત વિચારી વિચારીને "વિએમ"
નહીંતર પાંચ વર્ષ થવાની તારે જ દોડ ભાગ છે;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)