એ પણ એક સમય હતો...
જ્યારે મિત્રો સાથે મળીને
આખા ગામમાં ફરતાં હતાં.
એ પણ એક સમય હતો...
જ્યારે કોઈ અજાણ્યો રસ્તો
પૂછે અને એને ઘર સુધી મૂકી આવતાં.
એ પણ એક સમય હતો...
જ્યારે સગાંઓનાં ઘરે જવા
ફોન કરીને પરવાનગી માગવી
પડતી ન હતી કે જાણ ન કરાતી.
એ પણ એક સમય હતો...
જ્યારે બધાં સુખ દુઃખ સહિયારા હતાં.
એ પણ એક સમય હતો...
જ્યારે 'હું' થી વધારે 'આપણે' હતાં.
એ પણ એક સમય હતો...
જ્યારે વડીલોના શબ્દો આદેશ ગણાતાં.
એ પણ એક સમય હતો...
જ્યારે મદદ માંગવી પડતી ન હતી
લોકો સામે ચાલીને મદદ કરતાં,
કોઈ પણ જાતની અપેક્ષા વિના.
ક્યારે આવશે આ સમય પાછો? કે પછી.....
જીવવું પડશે આમ જ નકલી મ્હોરૂ પહેરી.........
- સ્નેહલ જાની
-Mrs. Snehal Rajan Jani