મેં દિલ દિધું, તું પણ દઇ દે;
મેં પ્રેમ કર્યો, તું પણ કરી લે;
ખીલ્યું છે પ્રેમ પુષ્પ બાગમાં,
મેં તો ચુંટ્યું, તું પણ ચુંટી લે;
ચહેરો તો વાંચી શકે હરકોઇ,
આ કોરો કાગળ તું વાંચી લે;
બોલેલું તું સમજે એ ઠીક છે,
કદી મારા મૌન ને સમજી લે;
આવી છે મોસમ એકરારની,
મેં તને કહ્યું, તું પણ કહી દે;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ
GETCO Tappar (GEB)