દીકરી નાની હોય છે ,
ત્યારે જો ચાલતાં ચાલતાં પડી જાય,તો મા એમ કહે છે,"બેટા કંઇ નથી થયું,જો કીડી મરી ગઈ.."
એ સાંભળી ને દીકરી ખુશ થઈ જાય,કે મને કંઈ જ નથી થયું.
થોડી મોટી થાય છે..
સ્કૂલ જતી થાય છે, લેશન કરતાં કરતાં ઊંઘ આવતી હોય
તો મા એમ કહે છે,"બેટા મહેનત કરો, હમણાં મહેનત કરશો તો,ભવિષ્ય માં સુખી બનશો."
પછી દીકરી ભણીને સારું એવું પોતાનું ગુજરાન ચલાવતી થાય છે,
ત્યારે જ એના લગ્ન ની તૈયારીઓ ચાલું થાય છે...
અને માતા પિતા એજ શીખામણ આપે છે," બેટા,સહન કરતા શીખજે,સુખ દુઃખ માં તારા સાસરીયા વાળા નો સાથ આપજે...એમનું બધું કહેવું માનજે..."
આ બધી શીખામણ તો સામે પક્ષ વાળા સમજી શકતા હોય તો કામ માં આવે....
બાકી પોતાનું સ્વમાન ડગલે ને પગલે ઘવાતું હોય ત્યાં આ શીખામણ ઘા પર મીઠા નું કામ કરે છે.
(બધી દીકરીઓના નસીબ સારા નથી હોતા,કે સામે પક્ષ વાળા એને સમજી શકે.)
બસ અમુકને પોતાની ફરજો ન બજાવતા ,બીજાની દીકરી પર હક જ કરવો હોય છે...
જેમ કે,
"સાંભળે છે,સાસરે આવી ને તારે કંઇ નોકરીઓ ની જંજટ માં નથી પડવાનું,તારે બસ ઘર સંભાળવાનું...મમ્મી પપ્પા નું ધ્યાન રાખવાનું છે."
"અરે,તું ગમે એટલું ભણી હોય,જો ઘર સંભાળતા ના આવડે તો શું કામનું?"
"બસ ભણતા જ આવડયું છે,રસોઈ તારા પિયરીયા આવશે કરવા?"
"હવે રેવાદે ને, ઘર તો સરખું સંભાળતી નથી ને, નોકરી કરવા હાલી".
આવા ઘણાં શબ્દો છે ,જે સ્ત્રી ને અંદરોઅંદર કોરી ખાય છે....
જે ઘર માં સ્ત્રી ને પોતાની ઈચ્છા ઓ મારી ને રહેવું પડે,
એ ઘર માં ઈશ્વરનો પડછાયો પણ પડતો નથી....
કારણ કે,સ્ત્રી ઈશ્વરથી પણ પર છે....
ગમે તે રૂપ હોય સ્ત્રીનું,
કદર કરો સ્ત્રી ની અને એના સ્ત્રીત્વની...
-@nugami.
(Inspirations of life).