પરભવ નાં પુરાવાને તે ક્યાં મોકલ્યા છે?
_____________________________
સત્ય ની નાવડી માં બેસેલા ને પ્રભુ મેં ડૂબતા જોયા છે,
પરભવ નાં પાપ નાં પુરાવા, હજી પ્રભુ તે ક્યાં મોકલ્યા છે.?.
જૂઠ નાં હિમાલય પર ઘણા ને શિખર ચડતા મેં જોયા છે,
ખભે તેના મે કદી નાં પુણ્ય નાં ભાતા જોયા છે.
કર્મ ની ગાથા પ્રભુ તારી અનેરી છે,મહેનત કરતા મજૂરો ને ,મેં ભૂખ્યા સૂતા જોયા છે,
ખારા પાણી નાં સમંદર માં મેં મીઠાં ઝરણાં ભળતાં જોયા છે.
કરોડો નાં મંદિર માં પ્રભુ,તને બધા એ જોયા છે,
પણ ખરેલા આંસુ ઓ માં ' કવિરાજ ' ને ખરેખર દર્શન તારા કરવા છે.