મધલાળ સમી જગઝંઝાળ તજી દેવાની.
છે સાચી તોયે ખોટી એને ગણવાની.
આપે પ્રલોભન પાર વિનાના પગલે એ,
જાત બચાવીને જીવનને દીપાવાની.
ખોટું સાચું ના સમજાતું શું કરવાનું?
સારું જીવીને સંતોષે હરખાવાની.
કામ કરીએ માનવતાના ધર્મ એ બસ,
ના બનવાનું ઇશ માનવથી પંકાવાની.
છોને આવે આફત અણધારી જીવનમાં,
શૃંગ ગર્ત કેરી ઘટમાળે હો ભમવાની.
( ગા-12)
-ચૈતન્ય જોષી. ' દીપક' પોરબંદર.