સવાર પડેને ઉગતો માણસ,
સાંજ પડેને આથમતો માણસ.
દિવસભર આમતેમ રઝડતો માણસ,
પેટ ભરાય તેટલું રડતો માણસ.
ભીડની વચ્ચે અથડાતો માણસ,
હા વગર વાંકે પીસતો માણસ.
કાળઝાળ ગરમીમાં બળતો માણસ,
મોંઘવારીની મારમાં મરતો માણસ.
સબંધોમાં સળવળતો માણસ,
પ્રસંગોમાં ઝળહળતો માણસ.
નાહક નાહકનું હસતો માણસ,
મોકો મળે મનભરી રડતો માણસ.
સવાર પડે ને ખોવાતો માણસ,
સાંજ પડે ને જડતો માણસ.
-Ravi Pandya