નજર થી દૂર શું થયો જાણે કે એ આબાદ થઈ ગયો,
જોઈ એને નવા અંદાજમાં બધો ભ્રમ આજે દુર થઈ ગયો
સવાલ જવાબ બહુ થયા છેવટે ગૂંચવાડો રહી ગયો
દાવાઓ બધા જૂઠા નિકળ્યા એક ફરિયાદી બનીને રહી ગયો
હતો કે નહતો હું નજરમાં એની કોઈ એક હદ સુધી
સાપેક્ષ હતો જે ક્યારેક આજે એક કલ્પના બની ગયો
અધૂરા ખ્વાબને નેવે મૂકી ખુદ વલોપાત કરી ગયો
બધાં આક્ષેપો મને ધરી ખુદને નિર્દોષ કહી ગયો
છેવટે તો માત્ર ભૂલવાને એ મજબૂર કરી ગયો
હ્ર્દય માં ક્યાંક આરોપ પરોવી હું ફરી જીવી ગયો