માણસ જન્મની સાથે જ સંબંધોની માયાજાળમાં ગુથાયેલો હોય છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી તે સતત સંબંધો સાચવવાની મથામણમાં લાગ્યો રહે છે પરંતું સ્વાર્થ વગરના સંબંધોનું એનું સ્વપ્ન ક્યારેય પણ સાકર થતું નથી. માણસ જ્યાં સુધી કોઈ એક સંબંધમાં જોડાયેલો રહે છે ત્યાં સુધી તે mentally,physically, emotionally એમ દરેક રીતે તે એ સંબંધ નિભાવવામાં રસ દાખવે છે. પણ જેવો તે એ સંબંધમાંથી રસ,વિશ્વાસ કે લાગણી ઉઠાવવા માંડે છે એટલે તે એ સંબંધને છોડીને બીજા સંબંધ તરફ આગળ વધવા માંડે છે. સાથે સાથે તે mentally, physically અને emotionally ક્યાંક બીજી વ્યકિત સાથે જોડાઈ જાય છે. આવા વ્યક્તિઓ ધ્યેય વગરના મુસાફર જેવા ભટકતા રહે છે. આવા વ્યક્તિઓ જીવનની છેલ્લી સાંજે એકલાં અટુલા જ રહી જાય છે.

-Reshma Patel