Quotes by Kartikkumar Vaishnav in Bitesapp read free

Kartikkumar Vaishnav

Kartikkumar Vaishnav

@kartikvaishnav123gma


હૃદયસ્પર્શી ટૂંકી વાર્તા

રવિવારનો દિવસ હતો.સાહિલને ઓફિસની રજા હતી, માટે પત્ની સંધ્યાએ સાહિલને વહેલા ના જગાવ્યો, માટે સાહિલ અને તેનો 10 વર્ષનો બાળક ક્રિશિવ બંને મોડે સુધી સુતા રહ્યા. 10:30 વાગ્યા પછી સાહિલ જાગ્યો અને 11:00 વાગ્યે તેનો પુત્ર ક્રિશિવ જાગ્યો. બંને બાપ દીકરાએ નિત્યક્રમ પતાવ્યા ત્યાં પત્ની સંધ્યા બંને માટે ચા નાસ્તો લઇ ને આવી. ત્રણેયે ચા નાસ્તો કર્યો ક્રિશિવ વચ્ચે વચ્ચે સાહિલને કોઈ ને કોઈ પ્રશ્નો પૂછતો, સંધ્યા તેને ઠપકો આપતી કે બેટા ખાતી વખતે બોલ બોલ ના કરાય, પણ સાહિલે પુત્રને પહેલેથી જ પ્રશ્નો પૂછવાની સ્વતંત્રતા આપેલી, માટે સાહિલ પોતાના પુત્રના પ્રશ્નોના શાંતિથી જવાબ આપતો. સાહિલને સારા સારા પુસ્તકો વાંચવાનો ઘણો શોખ હતો અને તેણે ઘણા બધા પુસ્તકો વાંચ્યા પણ હતા, તેમાં એક પેરેન્ટિંગના પુસ્તકમાં તેણે વાંચેલું કે.."બાળકોમાં કંઈક જાણવાની જીગ્યાસા બહુ હોય છે, સારા પેરેન્ટ્સ તેમના બાળકની જીગ્યાસાનો ઉતર આપી ને શાંત કરતા હોય છે. બાળક સાવ કોરી પાટી જેવું હોય છે, તેને નવું નવું જોવાનું નવું નવું જાણવાની ખૂબ જ ઈચ્છા હોય છે, માટે દરેક માં બાપે પોતાના બાળકની બધી જીગ્યાસા શાંત કરવી જોઈએ તો જ બાળક નવું શીખશે નવું જાણશે અને જીવનમાં આગળ વધી શકશે."
આખો રજાનો દિવસ આમ જ પ્રશ્ન ઉત્તરમાં, ટીવી જોવામાં અને વાંચવામાં નીકળી ગયો. સાંજ પડી ગઈ હતી. પુત્ર ક્રિશિવે સાહિલને કહ્યું... પપ્પા આજે રજા હતી તોય તમે મને બહાર ના લઈ ગયા, સાંજ થઇ ગઈ.
સાહિલે કહ્યું એમાં શું હતું ચાલ હવે લઈ જાવ. એમ કહી બંને બાપ દીકરો કારમાં બેસીને બહાર આંટો મરવા ગયા શહેર તરફ, સંધ્યાને ઘરનું કામ હતું માટે તે ના ગઈ. સાહિલે કાર એક બગીચા પાસે પાર્ક કરી અને બંને બાપ દીકરો બગીચામાં ગયા. બગીચાનું દૃશ્ય ખૂબ જ આહલાદક હતું, ક્યાંક પક્ષીઓનું મધુર સંગીત તો ક્યાંક નાના બાળકો હિંચકે લપસીએ રમતા તેનો મીઠો ઘોંઘાટ, ક્યાંક માળી નાના છોડનું કટીંગ કરતો હતો, ક્યાંક પ્રેમી પંખીડા પોતાના પ્રણયમાં ડૂબીને બેન્ચ પર બેસીને વાતો કરતા હતા, તો ક્યાંક એક આધેડ વયનું દંપતી એકબીજા સાથે ઝઘડો કરી રહ્યું હતું અને મોટે મોટેથી ગુસ્સો કરીને લાંબા હાથ કરી કરીને એકબીજાને ભાંડતું હતું, ક્યાંક વૃધ્ધ દંપતી ધીમે ધીમે વોકિંગ કરતા હતા, ક્યાંક બીજા માતા પિતાઓ પોતાના બાળકોનું ધ્યાન રાખી રહ્યા હતા, ક્યાંક ચન્ના જોરગરમ અને ચણા દાળ વેચી રહેલો ફેરિયો ચક્કર લગાવી રહ્યો હતો, ક્યાંક બગીચાનો સ્ટાફ પોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા.

સાહિલ અને ક્રિશિવે બગીચામાં આંટો મારીને આ બધા દ્રશ્યો જોયા અને ત્યાર બાદ પેલા પ્રેમી પંખીડા બેઠા હતા તેની આગળની બેન્ચ પર જઈ બેસી ગયા. થોડીવાર બેઠા પછી ક્રિશિવે સાહિલને કહ્યું... પપ્પા એક વાત સમજાતી નથી શું તમે મને એનો જવાબ આપશો?
સાહિલે કહ્યું હા બોલ બેટા. ત્યારે ક્રિશિવે ખૂબ જ આશ્ચર્ય સાથે કહ્યું કે આપણે હમણાં બગીચામાં આંટો મારી રહ્યા હતા ત્યારે એક સ્ત્રી પુરુષ (આધેડ વયનું દંપતી) ખૂબ જ મોટે મોટે થી ઝગડો કરી રહ્યા હતા તે બન્ને એકબીજાથી કઈ વધારે દૂર નહોતા, ધીમેથી બોલે તોય એકબીજાને સરળતાથી સાંભળી શકે, તેમ છતાં તે ખૂબ જ મોટે મોટેથી બોલી રહ્યા હતા, જ્યારે આપડી પાછળ બેન્ચ પર બેઠેલા છોકરો ને છોકરી ખૂબ જ ધીમે ધીમે બોલે છે ને શાંતિથી વાતો કરે છે આપણે તેને સાંભળી નથી શકતા. તો આ બંને ઘટના વચ્ચે શું અંતર છે? એકને આપણે દૂરથી પણ સાંભળી શકીએ છીએ જ્યારે બીજું આપણી નજીક છે છતાં એમની વાતો આપણે સાંભળી શકતા નથી, આવું કેમ? સાહિલ થોડું હસ્યો અને પછી સરસ મજાનો જવાબ આપે છે.

"જો બેટા જ્યારે આપણે કોઈની સાથે ઝઘડો કરીએ ત્યારે ઝગડો કરવા વાળા બંને વ્યક્તિ ભલે નજીક જ હોય એમના શરીર ભલે નજીક નજીક જ હોય પણ હૃદયથી તે ખૂબ જ દૂર થઈ ગયા હોય છે, ભલે થોડી વાર માટે હોય કે લાંબા સમય માટે હોય પણ ઝગડો વ્યક્તિને હૃદય અને મનથી ખૂબ દૂર કરી નાખે છે, વ્યક્તિ ઝગડામાં સામેની વ્યક્તિ નજીક હોવા છતાં હૃદયથી દૂર હોવાના કારણે તે તેને ઘણો દૂર લાગે છે અને તે તેને સાંભળી શકે માટે મોટે મોટેથી બોલે છે.

જ્યારે બે વ્યક્તિ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હોય ત્યારે તે હૃદય અને મનથી ખૂબ જ નજીક હોય છે જેમ કે બે શરીર ને એક જીવ હોય એમ, માટે હૃદય અને મનથી નજીક વ્યક્તિ એકબીજાની ધીમી વાત કે માત્ર ઇશારો પણ જલ્દી સમજી જાય છે, હૃદય અને મનથી નજીક હોય તે વ્યક્તિ મીલો દૂર હોય તો પણ પોતાના સાથીની હૃદયની વાત પણ જાણી લે છે, એનું મૌન પણ તેને સમજાય જાય છે."
બંને બાપ દીકરો થોડું હસ્યા અને ત્યાંથી ઊભા થઈ ને બહાર નીકળી કારમાં બેસીને ઘર તરફ ગયા રાત થઈ ગઈ હતી. ક્રિશિવે જીવનનો એક સારો પાઠ ગ્રહણ કર્યો હતો પોતાના શિક્ષક જેવા પિતા દ્વારા જેને તેનો સંતોષ હતો.

Read More

🌺 તરણેતર મેળો – શ્રદ્ધા, સંસ્કૃતિ અને સૌહાર્દનો રંગીન મેળાવડો 🌺

ગુજરાતની ધરતી પર અનેક મેળા અને ઉત્સવો ઉજવાય છે, પરંતુ તરણેતર મેળો પોતાની આગવી ઓળખ અને લોકપ્રિયતા ધરાવે છે. દર વર્ષે ભાદરવા સુદ ત્રિજ, ચતુર્થી અને પંચમીના ત્રણ દિવસ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે આવેલા તરણેતર ગામમાં આ મેળો ભરાય છે.

આ મેળાનું મૂળ પ્રાચીન કથાઓમાં રહેલું છે. માન્યતા છે કે મહાભારતકાળ દરમિયાન દ્રૌપદીના સ્વયંવર માટે અહી ધનુષ્યયજ્ઞ યોજાયો હતો. આજના મેળામાં રમાતી છત્રી-ઉછાળાની પ્રથા પણ એ જ પ્રસંગની યાદ અપાવે છે, જ્યાં અરજદારો પોતાની કળા અને શક્તિ પ્રદર્શિત કરતા.

તરણેતર મેળાની વિશેષતાઓ
✨ મેળામાં લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આવે છે. પુરુષો કેડિયું-ધોતી અને મહિલાઓ ચણિયાચોળી પહેરીને લોકનૃત્ય કરે છે.
✨ અહીં રમાતું ગરબા અને રાસ એ મેળાનો જીવ છે, જે આખી રાત સુધી ચાલે છે.
✨ રંગબેરંગી કાંઠાવાળી છત્રીઓ મેળાનું મુખ્ય આકર્ષણ છે. યુવક-યુવતીઓ પોતાની છત્રીને સુંદર કાચ, મોતી, મણકા અને કાપડથી શણગારતા હોય છે.
✨ મેળામાં લોકકળા, હસ્તકલા, ગામઠી હસ્તકૃત વસ્તુઓ, લોકગીતો અને વાદ્યસંગીતનો અનોખો મેળાપ જોવા મળે છે.

તરણેતર મેળો માત્ર મનોરંજન કે ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ એ ગ્રામ્ય સંસ્કૃતિ, કલા અને પરંપરાનો જીવંત ઉત્સવ છે. મેળામાં લોકો વિવિધ ગામડાં, તાલુકા અને જિલ્લાઓમાંથી ભેગા થાય છે અને એકબીજા સાથે ભાઈચારાનો આનંદ માણે છે.

આ મેળો આપણને શીખવે છે કે સાચો આનંદ ભવ્યતામાં નહીં, પરંતુ એકતામાં, પરંપરામાં અને ભક્તિમાં છે.

🙏 તરણેતર મેળો ગુજરાતની ધરતીનો ગૌરવ છે – જે લોકજીવન, શ્રદ્ધા અને પરંપરાનું જીવંત પ્રતિક છે. 🙏

Read More

🙏✨ આજે ગણેશ ચતુર્થી ✨🙏

---

ગણેશ ચતુર્થી – શ્રીગણેશનો આદરણીય પર્વ

આજે વિઘ્નહર્તા, બુદ્ધિપ્રદાતા અને મંગલકર્તા ભગવાન શ્રીગણેશજીનો પવિત્ર દિવસ – ગણેશ ચતુર્થી છે. ભાદરવા સુદ ચોથના શુભ દિવસે દરેક ઘરમાં અને મંદિરોમાં ગૌરવ, ભક્તિ અને આનંદ સાથે શ્રીગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.

શાસ્ત્રોમાં જણાવાયું છે કે ભગવાન ગણેશજી વિના કોઈપણ શુભ કાર્યની શરૂઆત અધૂરી ગણાય છે. આ કારણે જ દરેક મંગલ કાર્ય "શ્રીગણેશ" થી શરૂ કરવામાં આવે છે. તેઓ માત્ર વિઘ્નોને દૂર કરતા નથી, પરંતુ જ્ઞાન, બુદ્ધિ, સમજદારી અને ધૈર્ય આપનાર દેવતા છે.

આજે ગામ, શહેર, સમાજ અને પરિવારોમાં ગજાનનનું આગમન એક ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. ઘરમાં ગૌરીપુત્રની સ્થાપના સાથે જ ઘરમાં નવા ઉમંગ, આશા અને શાંતિનો પ્રવેશ થાય છે. મીઠી મોદકની સુગંધ, ભક્તિભર્યા આરતીના સ્વર અને "ગણપતિ બાપ્પા મોરયા" ના ઘોષથી વાતાવરણ ભક્તિમય બની જાય છે.

ગણેશજી આપણને જીવનનો એક ઊંડો સંદેશ આપે છે –

મોટા કાન આપણને શીખવે છે કે વધારે સાંભળવું જોઈએ અને ઓછું બોલવું જોઈએ.

નાની આંખો ધ્યાન કેન્દ્રિત રાખવાની પ્રેરણા આપે છે.

મોટું પેટ શાંતિપૂર્વક દરેક પરિસ્થિતિને પચાવી લેવાની શક્તિનો સંકેત છે.

અને નાનું મોઢું સૂચવે છે કે આપણું બોલવું મર્યાદિત પણ મધુર હોવું જોઈએ.


ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ એકતા, પ્રેમ અને ભક્તિનું પ્રતિક છે. કુટુંબ સાથે મળીને પૂજા કરવી, બાળકો સાથે મીઠાઈઓ વહેંચવી અને મિત્રો-સગાઓ સાથે આનંદ માણવો એ બધું જ જીવનને નજીકથી જીવવાની તક આપે છે.

આજે આપણે સૌએ શ્રીગણેશજી પાસે પ્રાર્થના કરવી જોઈએ કે –

આપણા જીવનમાંથી વિઘ્નો દૂર થાય,

બુદ્ધિ અને જ્ઞાનથી આપણું મન ઉજળે,

સમાજમાં એકતા અને સ્નેહ વધે,

અને દરેકના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે.


ગણપતિ બાપ્પા મોરયા! 🙏🌺

Read More

સારા કર્મનું સારું ફળ - એક સત્ય ઘટના

હું મારી ઓફિસમાં બેઠો હતો. ત્યાં જ મોબાઇલમાં નોટિફિકેશનની રિંગ વાગી મેં મોબાઇલ હાથમાં લઈને જોયું તો વૉટ્સએપમાં કોઈ ગ્રુપમાં એક વીડિયો આવ્યો હતો, જેમાં તેના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું હતું કે... "કર્મનો બદલો આ જ જન્મમાં મળે છે એનું આ સત્ય ઉદાહરણ એકવાર બધા જ મેમ્બરો આ ધ્યાનથી જોજો. ( કચ્છ ન્યૂઝ)"
હવે કર્મ મારો મનપસંદ વિષય એટલે મારે તો જોવો જ રહ્યો એટલે મેં વીડિયો પ્લે કર્યો જેમાં એક ડોક્ટર સ્ટેજ પરથી પોતાના જીવનનો આ સત્ય પ્રસંગ કહી રહ્યા હતા. જે નીચે મુજબ છે. વાંચો તેમના જ શબ્દોમાં...

હું ડોક્ટર છું. મારું પ્રાઇવેટ હોસ્પિટલ છે જે ગાયનેક હોસ્પિટલ છે અને હું ગાયનેક ડોક્ટર છું. એકવાર કોઈ મુસ્લિમ દંપતી હતા જેમાં સ્ત્રીને પ્રસૂતિની પીડા ઉપાડવાથી સરકારી હોસ્પિટલ જવા માટે રિક્ષામાં જતા હતા, એ રિક્ષા મારા હોસ્પિટલ પાસે પહોંચી હશે ત્યાં જ તે પ્રેગનેન્ટ સ્ત્રીની પીડા વધી ગઈ અને તેને બ્લિડિંગ થવા લાગ્યું, રિક્ષાવાળા ભાઈ આ પરિસ્થિતિ જોઈને ગભરાઈ ગયા અને તેમને મુસ્લિમ દંપતીને કહ્યું કે તમે રિક્ષા માંથી ઉતારી જાવ મારી રિક્ષામાં આ બેનને કંઈક થઈ જશે તો મારે મોટી મુસીબત આવી પડશે. મુસ્લિમ ભાઇએ કહ્યું હજુ ક્યાં સરકારી હોસ્પિટલ આવ્યું છે? પણ રિક્ષાવાળા ભાઈ માન્યા નહીં અને તેમને ત્યાં જ ઉતારી દીધા અને કહ્યું જો સામે એક ગાયનેક હોસ્પિટલ છે તેમાં બેનને લઈ જાવ જલ્દી, મુસ્લિમ યુવકે કહ્યું કે તે તો પ્રાઇવેટ હોસ્પિટલ છે તો રિક્ષાવાળા ભાઈ એ કહ્યું એ બધું ના જોવો આ બેનને કંઈક થઈ જશે તો? એમ કહી રિક્ષાવાળા ભાઈ જતા રહ્યા, અને આ દંપતી સામેના પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રવેશ્યા.

સ્ત્રીની હાલત ગંભીર હતી એટલે મેં ડોક્ટર તરીકે નહીં પણ માનવતાને લીધે પૈસાની કોઈ પણ વાત પહેલા કર્યા વગર તે સ્ત્રીની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. ટ્રીટમેન્ટ ચાલુ હતી તે દરમિયાન મેં તે મુસ્લિમ યુવકને પૂછ્યું ભાઈ તમારી પત્નીની હાલત ગંભીર છે એકવાર ટ્રીટમેન્ટ ચાલુ થાય એટલે પૈસાનું ચક્ર ફરવા માંડે છે, તમારી પાસે ફી ના પૈસા તો છે ને ? એટલે તે યુવકે નિર્દોષ ભાવ સાથે કહ્યું સાહેબ મારી પાસે પંદરશો રૂપિયા ( ૧૫૦૦) છે. મેં થોડીવાર વિચાર કર્યો અને પછી કીધું કાંઇ વાંધો નહીં, મેં ટ્રીટમેન્ટ ચાલુ રાખી અને તે સ્ત્રીએ એક બાળકને જન્મ આપ્યો, પહેલા હું સાત દિવસ દાખલ રાખતો પણ હવે ત્રણ ચાર દિવસમાં રજા આપી દવ છું માટે મેં તે સ્ત્રીને રજા આપી અને તે મુસ્લિમ યુવકને બોલાવ્યો અને કહ્યું જો ભાઈ મેં બધો હિસાબ લગાવ્યો છે, આમ તમારી ફી ની ગણતરી કરીએ તો વીસ હજાર (૨૦,૦૦૦) રૂપિયા થાય છે તું કેટલા આપીશ? પેલા યુવકે એ જ નિર્દોષતા સાથે કહ્યું સાહેબ મેં તમને પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે મારી પાસે પંદરસો (૧૫૦૦) રૂપિયા સિવાય કઈ નથી. હું થોડો અચકાયો અને પછી કહ્યું સારું લાવ પંદરસો તેણે આપ્યા. ત્યારબાદ તે દંપતી હોસ્પિટલની બહાર નીકળી રહ્યું હતું એટલે મેં સ્વાભાવિક પૂછ્યું કે ઘરે શેમાં જશો?
તો તે યુવકે જવાબ આપ્યો કે સાહેબ ચાલીને.. મને દયા આવી એટલે મેં તેમને ૨૦ રૂપિયા પરત આપ્યા અને કહ્યું કે રિક્ષામાં જજો. તે દંપતી નીકળી ગયું...

હવે હું ગણતરી કરતો હતો કે વીસ હજાર ના બિલ ના પંદર સો આવ્યા એમાં પણ વીસ મે રિક્ષા માટે પાછા આપ્યા એટલે વધ્યા ચૌદ સો એંશી (૧૪૮૦) મળ્યા
૨૦૦૦૦ ના ઓપરેશનના ૧૪૮૦ મળ્યા. આ તો નુકસાન થયું પણ શું થાય? ઘોડા ઘાસ સે દોસ્તી કરેગા તો ખાયેગા ક્યાં? એમ મને પણ થોડી ગુમાવવાની ભાવના થઈ અને ઉપર જોઈ ને ઈશ્વરને કહ્યું કે હે ભગવાન તે મને આજ નુકશાન કરાવ્યું, આ દંપતીને મારી પાસે જ મોકલવાના હતા? ઘણા બીજા ડોક્ટર છે, આમ મેં મારો બળાપો કાઢ્યો અને ઈશ્વરને કહ્યું કે હે ઈશ્વર આજે તો જે થયું તે પણ હવે થોડું જોજો.. રોજ આવા દરદી આવે તો મારું હોસ્પિટલ નુકશાનમાં જાય. એમ કહી જેમ તેમ કરીને મન મનાવ્યું અને મારા કામમાં લાગી ગયો.

થોડી જ વાર માં સિસ્ટર આવી અને કહ્યું સાહેબ તમારા મિત્ર તમને મળવા માટે આવ્યા છે, મેં કહ્યું શું નામ છે? સિસ્ટરે કહ્યું રમેશભાઈ નામ છે. મેં વિચાર્યું કે રમેશભાઈ નામનો તો કોઈ મિત્ર યાદ નથી...પછી યાદ આવ્યું કે સોળ સતર વર્ષ પહેલા એક મિત્ર હતા... તે હોય કદાચ..મેં સિસ્ટર ને કહ્યું કે મોકલો મારી ઓફિસ માં... ત્યારબાદ તે રમેશભાઈ નામના મિત્ર મારી ઓફિસ માં આવ્યા મેં તેમને આવકાર્યા..વાતચીત ચાલી મેં રમેશભાઈ ને કહ્યું શું. કહો છો રમેશભાઈ તમારા તો હાલ જ બદલાઈ ગયા, શું કરો છો ? રમેશભાઈ એ કહ્યું કે ભગવાનની દયા છે એક શોરૂમ માંથી ચાર શોરૂમ કર્યા છે ઘણી આવક છે વિચાર્યું કે ભગવાને આપ્યું છે તો દાન પુણ્ય પણ કરવું જોઈએ માટે તમારી પાસે આવ્યો છું કે ભવિષ્યમાં તમારે કોઈ એવો કેશ આવે ને પૈસાની જરૂર હોય તો કહેજો હું આપીશ...મેં કહ્યું ભવિષ્ય માં નહીં અત્યારે જ એવો કેશ આવ્યો હતો ૨૦૦૦૦ ની ખોટ ખાય ને બેઠો છું આપો જે દેવું હોય તે... રમેશભાઈ એ કહ્યું અત્યારે તો હું જાજા કેશ કે ચેક બુક સાથે નથી લાવ્યો મેં કહ્યું જે હોય તે આપો ૧૦ રૂપિયા પણ ચાલશે હવે મારે ધીમે ધીમે ભેગા તો કરવા જ પડશે. રમેશભાઈ એ પોતાનું મોટું વૉલેટ કાઢ્યું અને કહ્યું મને ખબર નથી કે આમાં કેટલા રૂપિયા છે પણ આ બધા રૂપિયા અત્યારે મારે આપી દેવા છે એમ કહી પોતાનું આખું વૉલેટ મારા ટેબલ પર સાવ ખાલી કરી દીધું...મેં કહ્યું અરે રમેશભાઈ ગાડી ના પેટ્રોલ જેટલા તો રાખો!
રમેશભાઈ એ કહ્યું કે ગાડી ની ટાંકી ફુલ છે અને મારી પાસે કાર્ડ છે જરૂર પડશે તો તેમાંથી વ્યવસ્થા થઈ જશે. અને આમ થોડી ઔપચારિક વાતો કરીને રમેશભાઈ એ વિદાઈ લીધી. ત્યાર બાદ મેં રમેશભાઈ એ આપેલા રૂપિયા ગણ્યા અને તમે સાચું નહીં માનો.
એ રૂપિયા ૧૮,૫૨૦ હતા, હવે તમે જુઓ પેલા મુસ્લિમ દંપતિનું બિલ થયું હતું ૨૦,૦૦૦ રૂપિયા તેમણે મને આપ્યા ૧૫૦૦ રૂપિયા પણ મેં રિક્ષા ના ૨૦ રૂપિયા પાછા આપ્યા એટલે તેમની પાસે થી મને ૧૪૮૦ રૂપિયા મળ્યા હતા હવે તેમના બિલનો ટોટલ ખર્ચ ૨૦,૦૦૦ રૂપિયા તેમણે મને આપ્યા ૧૪૮૦ રૂપિયા
૨૦,૦૦૦૦ - ૧૪૮૦ = ૧૮,૫૨૦ રૂપિયાની મારે ખોટ આવતી હતી ને એ જ રૂપિયા ભગવાને મને રમેશભાઈ ને નિમિત્ત બનાવી ને મારી ખોટ ભરપાઈ કરી. એક રૂપિયાની પણ ભૂલ નહીં... વાહ રે મારા ભગવાન વાહ તારો હિસાબ એક રૂપિયાની પણ ભૂલ નથી.
મને સમજાણું કે સારા કરેલા કર્મનું ફળ હંમેશા સારું જ હોય છે, ભગવાન આપણને સારા કર્મનું ફળ સારું અને ખરાબ કર્મનું ફળ ખરાબ આપે જ છે અને આ જ જન્મ માં આપે છે. મારો ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ વધારે દ્રઢ થઈ ગયો

Read More

એક મોટું શહેર હતું. એની બહારના વિસ્તારમાં દર રવિવારે એક ખેડૂતની બઝાર ભરાતી હતી. ખેડૂતો અવનવી વસ્તુઓ જેમ કે મગફળી, ખેતરના તાજા શાકભાજી અને ફળો, તેલ અને દવાઓ, લાકડાના રમકડા વગેરે લઈને આ બઝારમાં વેચવા આવતા. સ્ત્રીઓ અને પુરુષો પંરપરાગત વસ્ત્રોમાં આવતા, વાતો કરતા અને હસતા. બજારમાં ભાવતાલ કરીને લોકો વસ્તુઓ ખરીદતા, ભારે કોલાહલ થતો.

આ ભીડમાં એક માસ્ટર હોશકોર્ન હતો, એ બાજુના બ્રેઓતે ગામનો વૃદ્ધ ખેડૂત હતો. તે બહુ કંજૂસ પણ ચતુર અને અલગ પડતો હતો. લોકો કહેતા કે એક તૂટેલા નખની કિંમત માટે પણ ઝગડી પડે અને કિંમતી વસ્તુઓ ચોરી લ્યે.

આ હોશકોર્ન પણ આ બઝારમાં ચાલીને જતો હતો. આગળ જતા એની નજર એક મજબૂત દોરીના ટુકડા પર પડી. હોશકોર્નએ આ ટુકડો જોયો અને થયું કે આ કંઈક બાંધવા માટે કામ આવશે ચાલને લઈ લઉં. એ દોરી લઈને સરખી કરવા માંડ્યો.

પણ એટલામાં જ એની નજર સામે ઊભેલા માલંદા નામના માણસ પર પડી. એ આ જ ગામનો હતો અને મગફળી વેચતો હતો. બંને વચ્ચે કોઈ વાતને લઈને બે વર્ષ પહેલા ઝગડો થયેલો અને ત્યારથી વેર ચાલતું હતું. માલંદાને જોતા જ પોતે પકડાય ગયો હોય એવો ભાસ થયો અને એને દોરી ઝટપટ એના ચોરી ખિસ્સામાં સંતાડી દીધી અને કાઈ ના થયું હોય એમ આગળ જતો રહ્યો.

બપોરે જ્યારે બધા ભોજન કરી રહ્યા હતા ત્યાં માર્કેટમાં એક જાહેરાત થઈ કે "એક દોરીવાળું પાકીટ ખોવાણું છે જેમાં પાંચસો ફ્રાન્ક્સ અને અગત્યના ડોક્યુમેન્ટ્સ છે. જે કોઈને આ પાકીટ મળે એ મેયરની ઓફિસમાં જમા કરાવે."

આ સાંભળીને બઝારમાં ખુશફૂસ શરૂ થઈ ગઈ. પાંચસો ફ્રાન્ક્સ એટલે ત્યારે બહુ મોટી રકમ ગણાતી હતી.

ભોજન પૂરું થયા પછી અચાનક બે સૈનિકો હોશકોર્ન પાસે આવ્યા અને એને મેયરની ઓફીસમાં લઈ ગયા.આખી બજારની આંખો અને કાન એ તરફ જ હતા. મેયરની ઓફિસમાં હોશકોર્ને જોયું તો માલંદા બેઠો હતો. માલંદાએ મેયરને કહ્યું કે એણે હોશકોર્નને બજારમાંથી કાંઈક ઉઠાવતા જોયો હતો.

હોશકોર્નએ કહ્યું કે "હા સાચું છે, એ એક દોરીનો ટુકડો હતો"

મેયરે આશ્ચર્ય અને ગુસ્સાથી પૂછ્યું " દોરીનો ટુકડો? તું સાચું બોલે છે?"

હોશકોર્ને કહ્યું " હા સાહેબ, ભગવાનના સમ ખાઈને કહું છું દોરીનો ટુકડો જ હતો... આ જુઓ" એણે ખિસ્સામાંથી કાઢીને બતાવ્યો.

મેયરે ઠપકો આપ્યો " તો પછી એમાં છુપાવવા જેવું શું હતું? ચોરી ખિસ્સામાં રાખવાની શું જરૂર હતી?"

હોશકોર્ન સમજાવતા બોલ્યો "કે આ માલંદા જોતો હતો, એને એમ કે એ આ જોઈને એ બધાને કહેશે અને મારા પર હસશે"

પણ આખી બજારમાં વાત ફેલાઈ ગઈ કે " હેશકોર્ને જ પર્સ ચોર્યું છે"

કોઈ પ્રૂફ ના હતું તો પણ આ જ સાચું થઈ ગયું. લોકો એના પર હસતા હતા, ગોસીપ કરતા હતા. હેશકોર્ન કહે ' હું સાબિત કરી આપીશ કે મેં પર્સ નથી ચોર્યુ '

બીજા જ દિવસે ખોવાયેલું પર્સ મળી ગયું. બીજો મારિયસ નામનો ખેડૂત પર્સ લઈને મેયરને આપી ગયો, એને પર્સ રસ્તા પર ખૂણામાં પડેલું જોયું હતું. હોશકોર્ન ખુશ ખુશ થઈ ગયો. બધાને કહેવા લાગ્યો કે "જુઓ મે દોરીનો ટુકડો જ લીધો હતો પર્સ નહોતું લીધું".

પણ વાત ફેલાઈ ગઈ હતી અને હવે બધાએ એ જ સાચું માની લીધું હતું. કોઈ એ વાત સાંભળવા જ તૈયાર નહોતું. બધા વાતો કરતા હતા કે હોશકોર્ને જ આરોપમાંથી બચવા ચોરેલું પર્સ ફેંકી દીધું હશે કે મારિયસને આપી દીધું હશે, હવે એ નાટક કરે છે. વળી કોઈ કહેતું જે સતત નિર્દોષ છે એમ બોલે છે એટલે એ જ દોષી છે.

આ બધું સાંભળીને હોશકોર્ન દિવસે દિવસે તૂટતો ગયો. એ સતત બબડતો રહેતો કે " હું નિર્દોષ છું, એ ફ્કત દોરીનો ટુકડો હતો... માત્ર દોરીનો ટુકડો".

શિયાળો આવ્યો બહુ ઠંડી પડવા માંડી. અશક્ત થઈ ગયેલો હોશકોર્ન એ જ શબ્દ બોલતો રહ્યો " દોરીનો ટુકડો.." એમ જ એ દુનિયા છોડીને જતો રહ્યો. એ વૃધ્ધાવસ્થા કે બીમારીથી નહીં પણ અફવાથી, શંકાથી, અવિશ્વાસના ભારથી તૂટી ગયો!

-- દોરીનો ટુકડો (મુપાંશાની વાર્તા પરથી)

આ વાર્તા પરથી શીખવા મળે છે કે લોકો અફવા જલ્દી માની લે છે જ્યારે સચ્ચાઈ સાબિત કરો તો પણ શંકા દૂર થતી નથી. માનવીની ઈમાનદારી બહુ નાજુક હોય છે એકવાર ડાઘ પડે પછી એ સાબિત કરવો બહુ મુશ્કેલ હોય છે.

તમને આ વાર્તા કેવી લાગી એ જરૂરથી જણાવજો.

#આસાલીજીંદગી #ગુજરાતીવાર્તા #વાર્તા #gujaratistory

Read More

એક વૃદ્ધની હાસ્ય વાર્તા
---

ગામમાં એક કાકા રહેતા – એવાં કે ગામના બધા લોકો તેમને દૂરથી જ ઓળખી લેતા.
ઓળખ શું? 😅
તેમની ઓળખ હતી – ગાળ!
બજારમાં જશો તો ગાળ, ખેતરમાં જશો તો ગાળ, ઘેર બેસો તો પણ ગાળ.
એટલે ગામના બાળકો તો શાળામાં ‘અ-આ-ઇ-ઈ’ કરતા પહેલા કાકાની ગાળ શીખી લેતા.

લોકો કહે: “કાકા, શાંતિથી બેસો ને…”
કાકા: “હું શાંતિથી બેસી જાઉં તો તમારાં કાનમાં કોતરો પડી જાય, એ સાંભળ્યા વગર કેમ જીવશો?” 🤣

સમય ગયો… કાકા વૃદ્ધ થયા.
મૃત્યુશૈયા પર બોલાવી દીકરાને કહ્યું:
“બેટા, મારી છેલ્લી ઈચ્છા છે…
જ્યારે હું મરી જાઉં, ત્યારે ગામના બધા લોકો મને સારો માણસ કહે અને યાદ કરે.”

દીકરો મૂંઝાયો – “અરે બાપુ, તમે આખી જિંદગી બધાને ગાળ જ આપી… હવે કોણ તમને સારો કહેશે?”

પણ પિતાની ઈચ્છા તો પૂરી કરવી જ હતી.
તો દીકરાએ શરુ કર્યું – દંડાથી ગામના બધાને મારવું.
ગામનો કોઈ બચ્યો નહિ – કોઈ ભાણેજ, કોઈ પાડોશી, કોઈ ખેતરમાં હોય કે ચાવડીમાં… બધાને દંડો.

થોડા દિવસમાં ગામના લોકો કંટાઈ ગયા અને બોલવા લાગ્યા:
“અરે યાર, આ દીકરો તો બહુ ખરાબ છે!
આના કરતા તો એનો બાપ સારો હતો –
બાપ માત્ર ગાળ આપતો હતો,
આ તો દંડાથી મારે છે!”


---

😂 હાસ્ય તો એમાં છે કે –
ક્યારેક માણસ આખી જિંદગી કંઈ સારુ ન કરે, પણ તુલનામાં સારો દેખાવા લાગે.
અને સાચો સંદેશ એ છે કે –
“એવું જીવન જીવવું જોઈએ કે લોકો આપણને તુલનાથી નહિ, પરંતુ આપણાં સારા કાર્યો થી યાદ કરે.”

Read More

અકસ્માતનો ભોગ નિર્દોષ જ કેમ?

આજના સમયમાં રસ્તાઓ પર કાર એક્સિડન્ટના કિસ્સા ખૂબ વધી રહ્યા છે. રોજબરોજના સમાચારપત્રોમાં કે સોશિયલ મીડિયા પર અકસ્માતની દુઃખદ ખબર વાંચવા મળે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ અકસ્માતો માત્ર અકસ્માત નથી – એમાં ક્યાંકને ક્યાંક માનવ ભૂલ, બેદરકારી અને બેફિકરાઈ છુપાયેલી હોય છે.

ઘણા કિસ્સાઓમાં ડ્રાઈવર નશાની હાલતમાં હોય છે, જેને કારણે તેમનું ધ્યાન હળવું પડે છે અને તેઓ વાહન પરનો કાબૂ ગુમાવી દે છે. કેટલાંક લોકો મોજમસ્તી માટે જેમ તેમ કાર હંકારે છે, ઓવરસ્પીડમાં ડ્રાઈવિંગ કરે છે અથવા તો જોખમી સ્ટંટ બતાવવાનો પ્રયત્ન કરે છે. દુર્ભાગ્ય એ છે કે કેટલાક માતા–પિતા પોતાના 18 વર્ષથી નાના બાળકોને કાર કે બાઈક આપીને “ડ્રાઈવિંગ શીખવા” દે છે, જ્યારે તે બાળક પાસે પૂરતો અનુભવ કે પાકું નિયંત્રણ જ નથી હોતું. પરિણામે, ભૂલ કોઈની પણ હોય પરંતુ તેનો ભોગ નિર્દોષ લોકો બને છે.

અકસ્માતમાં ફક્ત માણસ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સંપત્તિનું પણ મોટું નુકસાન થાય છે – રસ્તાઓ તૂટી જાય છે, વાહન બળી જાય છે, જાહેર માલસામાનને નુકસાન થાય છે. આર્થિક રીતે તો નુકસાન થાય જ છે, પણ એથી વધુ મહત્વનું છે – માનવજીવનનું નુકસાન, જે ક્યારેય પાછું મેળવવામાં આવતું નથી.

અવસ્થાએ વિચારવાનો સમય આવી ગયો છે કે આવું ક્યાં સુધી ચાલશે? શું હવે જરૂર નથી કે સરકાર આવા કિસ્સાઓ સામે વધુ કડક કાયદા લાવે? શું હવે સમય નથી કે દરેક નાગરિક પોતાના ફરજિયાત નિયમોને માનીને સાવધાનીપૂર્વક વાહન ચલાવે?

આપણે સૌએ મળીને નક્કી કરવું પડશે કે બેદરકાર ડ્રાઇવિંગ, નશો કરીને વાહન ચલાવવું, ઓવરસ્પીડ અને નાબાલિક બાળકોને વાહન આપવું – આ બધાને સમાજમાં સહન ન કરીએ. નહિતર નિર્દોષ લોકો એમ જ ભોગ બનતા રહેશે અને આપણે ફક્ત સમાચાર વાંચતા રહી જઈશું.

સવાલ એટલો જ છે –
શું નિર્દોષોની જાન જતા આપણે જાગીશું કે હજુ રાહ જોશું?

👉 #સુરક્ષિતડ્રાઇવિંગ
👉 #SaveLife
👉 #કારએક્સિડન્ટ

Kartikkumar Vaishnav

Read More

જ્યારથી શિક્ષકની સોટી છીનવી છે, ત્યારથી પોલીસને દંડા ઉગમવા પડે છે

સમાજના આ અજબ પરિવર્તન પર વિચારીએ ત્યારે હૃદય ઊંડે સુધી કંપી ઊઠે છે. એક જમાનામાં શિક્ષકનું સ્થાન ભગવાનથી ઓછું ન માનવામાં આવતું. “ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ” એવું ગાતા બાળકોના હોઠ પર અહોભાવ હતો. શિક્ષકની સોટી માત્ર લાકડી ન હતી, પરંતુ સંયમ, શિસ્ત અને સંસ્કારનું પ્રતિક હતી. એ સોટીનો સ્પર્શ શરીર પર વાગે તો દુઃખ થતું, પણ મન પર તેની લકીર જીવનભર માટે માર્ગદર્શક બની જતી.

પરંતુ સમય બદલાયો, કાયદા આવ્યા, અને શિક્ષકના હાથમાંની સોટી છીનવાઈ ગઈ. આજના બાળકો માટે શિક્ષક માત્ર "એક નોકરીયાત માણસ" રહી ગયો છે. ન કોઈ આદર, ન કોઈ બીક, ન કોઈ સંસ્કાર. શિસ્તના નામે હાસ્ય કરે છે, અને શાસનનો પ્રયાસ થાય તો અધિકાર બતાવી દે છે. પરિણામે, બાળકોના મનમાંથી ભય અને સમ્માન બંને ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે.

બાળપણમાં મળતી નાની સજા જો આજ રોકી દેવામાં આવે તો કિશોરાવસ્થામાં તે જ બાળક માટે ગુનાખોરીનો રસ્તો ખૂલે છે. શિક્ષકની સોટીથી બચેલો હાથ, પોલીસના દંડાથી કદી બચી શકતો નથી. કારણ કે શાળાની શિસ્ત ન હોય તો સમાજની જેલ શિસ્ત શીખવાડે છે.

આજે પોલીસના હાથમાં દંડા વધી રહ્યા છે, કારણ કે શિક્ષકની હાથમાંથી સોટી છીનવી લેવામાં આવી છે. શિક્ષણમાંથી જો કડકાઈ દૂર કરી દઈએ, તો શિક્ષણ માત્ર કાગળના અક્ષરોમાં સીમિત થઈ જાય છે. જીવનમાં સાચી કળા, સંસ્કાર અને માનવતાના મૂલ્યો ફક્ત શિસ્તથી જ વિકસે છે.

મુલાકાતીઓ માટે આકર્ષક લાગતી સ્કૂલ, મોંઘી ફી અને આધુનિક ટેક્નોલોજી હોય, પણ જો બાળકમાં સંસ્કાર નથી, તો એ સમાજ માટે ખતરો બની જાય છે. શિક્ષકની સોટી એ સંસ્કારનું પ્રથમ પાઠપુસ્તક હતું – જે હવે ખાલી પડ્યું છે.

અંતે પ્રશ્ન એ છે કે શું આપણે ફરીથી એ સ્વીકારશું કે શિક્ષકની સોટીનો એક ઝાટકો જીવનભરનો પાઠ શીખવી શકે છે? કે પછી આપણે બાળકોને બેકાબૂ છોડી દઈશું અને પોલીસના દંડાથી સમાજને શાંત કરવાની રાહ જોઈશું?

👉 શિક્ષકની સોટી અને પોલીસના દંડા – બંને વચ્ચેનો તફાવત એટલો જ છે કે એક જીવન બનાવે છે, બીજું જીવન બગાડે છે.



ચાલો આ જ વિષયને હું વાર્તારૂપી અંદાજમાં લખું છું, જેથી વાત વાચકના હૃદયમાં સીધી ઉતરી જાય:

---

જ્યારથી શિક્ષકની સોટી છીનવી છે, ત્યારથી પોલીસને દંડા ઉગમવા પડે છે

વાર્તા

રવિ નામનો એક છોકરો હતો. નાનપણથી જ શાળામાં ખૂબ જ શરારતી. શિક્ષક તેને ઘણી વાર સમજાવતા, પણ કાયદાની મર્યાદાને કારણે ક્યારેય સજા ન કરી શકતા. રવિ જાણતો હતો – “શિક્ષક મને હાથ નથી લગાવી શકતા, કંઈ કરી શકતા નથી.” આ વિચાર જ એને બેકાબૂ બનાવતો ગયો.



જ્યાં બીજાં બાળકો શિક્ષકની આંખમાં ડરથી સંભાળીને વર્તતા, ત્યાં રવિ નિર્લજ્જાઈથી હસતો, પાઠ્યપુસ્તક ફેંકતો, ક્લાસમાં અવાજ કરતો. શિક્ષક બેચારા માત્ર શબ્દોથી સમજાવતા – પરંતુ શબ્દોનો ભાર રવિના કાને ક્યારેય પડ્યો જ નહીં.



સમય જતા તે કિશોર બન્યો. હવે તેને શિક્ષકની નહીં, પણ ગલીઓની “મંડળી” ગમવા લાગી. સિગારેટ, જુગાર, મોબાઇલમાં ગેમ – એ બધું એની દુનિયા બની ગયું. ઘરવાળા ફરિયાદ કરતા, પણ તે પણ બેઅસર. કેમ કે રવિના મનમાં ક્યારેય શિસ્તની બીજ વવાયા જ નહોતા.



એક દિવસ એ જ શરારતી છોકરો, જે ક્યારેક શિક્ષકની સોટીના એક ઝાટકાથી સુધરી શકતો હતો, આજે ચોરી કરતા પકડાયો. પોલીસએ તેને દંડાથી માર્યો. રવિ રડતો હતો, પણ હવે એ રડવું બેકાર હતું – કેમ કે એ સોટી તો ઘણાં વર્ષો પહેલાં જ છીનવાઈ ગઈ હતી, જે એની જિંદગી બદલી શકતી હતી.



આ દ્રશ્ય જોતા ગામના લોકોમાં ચર્ચા થઈ –

“અરે! જો સ્કૂલે એના દિવસોમાં શિક્ષકને સોટી વાપરવાની છૂટ હોત, તો આ બાળક કદી અહીં સુધી ન પહોંચી શક્યો હોત.”

---

👉 શિક્ષકની સોટી અને પોલીસના દંડા વચ્ચેનું અંતર એક જ છે –

સોટી જીવનને સંસ્કાર આપે છે, જ્યારે દંડો માત્ર ગુનો દબાવે છે.



બાળકને નાની વયે શિસ્તનો પાઠ ભણાવીશું તો સમાજને કદી દંડાની જરૂર નહીં પડે. પરંતુ જો સોટીથી બચાવશું, તો આખો સમાજ દંડાથી ત્રાસી જશે.

... રવિના કેસે આખા ગામને વિચારતા કરી દીધું.

લોકો એકબીજાને કહેવા લાગ્યા –

“બાળકને બાળપણમાં નાની સોટીનો એક ઝાટકો મળે તો એ આખી જિંદગી માટે માર્ગદર્શક બની શકે છે. પણ જો એ સમયે એને છોડી દેવામાં આવે, તો પછી પોલીસના દંડા પણ એની જિંદગી સુધારી શકતા નથી.”

ગામના વડીલે ખૂબ સુંદર વાત કહી –

“સોટી એટલે સજા નહીં, એ તો સંસ્કારનો ઝાટકો છે. એ શરીર પર વાગે છે, પણ એની અસર દિલમાં ઊતરે છે. દંડો શરીર પર વાગે છે, પણ દિલ પર કોઈ અસર કરતો નથી. તેથી શિક્ષકની સોટી જીવન બનાવે છે, અને પોલીસનો દંડો જીવન બગાડે છે.”

---

👉 આજના માતા-પિતા, શિક્ષકો અને સમાજ માટે સંદેશ:



બાળકોને માત્ર પ્રેમ જ નહિ, પણ જરૂરી હોય ત્યારે કડકાઈ પણ આપવી જોઈએ.



શિક્ષણમાં શિસ્તનો અભાવ, સમાજમાં ગુનાખોરીને જન્મ આપે છે.



જો નાની ઉંમરે શિક્ષકની સોટીનો અનુભવ નહીં થાય, તો મોટી ઉંમરે પોલીસના દંડાનો સામનો કરવો પડે છે.



---



🌱 ચાલો વિચારીએ –

અપણા બાળકોને આપણે શિક્ષકની સોટીથી બચાવવા માંગીએ છીએ કે પોલીસના દંડાથી?

---



1. “શિક્ષકની સોટી – જીવન બનાવે, પોલીસનો દંડો – જીવન બગાડે.”





2. “બાળકને સોટીથી બચાવો છો? તો યાદ રાખો, કાલે તેને દંડાથી બચાવી નહીં શકો.”





3. “સોટીનો એક ઝાટકો – સંસ્કારનો પાઠ.

દંડાનો એક ઝાટકો – ગુનાનો પુરાવો.”





4. “જ્યારથી શિક્ષકની સોટી છીનવી છે, ત્યારથી પોલીસના દંડા ઉગમવા પડ્યા છે.”





5. “શિસ્ત વગરનું શિક્ષણ, ગુનાખોરી તરફનું પગલું.”



Kartikkumar Vaishnav

Read More

15 ઓગસ્ટ: ફક્ત ઉજવણી નહીં, એક જવાબદારી પણ

દર વર્ષે 15 ઓગસ્ટની સવારમાં, તિરંગો પવનમાં લહેરાય છે, શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગાન ગુંજે છે, બાળકો મીઠાઈ ખાય છે, અને સોશ્યલ મીડિયા દેશભક્તિભરી પોસ્ટોથી રંગાઈ જાય છે.
પણ શું સ્વતંત્રતા દિવસ ફક્ત એક દિવસની ઉજવણી માટે છે?
કે એ આપણને રોજ જીવવા જેવો સંદેશ આપે છે?

સ્વતંત્રતા – ફક્ત બહારથી નહીં, અંદરથી પણ
1947માં આપણે અંગ્રેજ શાસનમાંથી મુક્તિ મેળવી. પણ આજના યુગમાં કેટલા બધા એવા "બંધનો" છે, જે આપણને અંદરથી બાંધી રાખે છે —

ભ્રષ્ટાચાર
જાતિવાદ
અંધશ્રદ્ધા
અશિક્ષણ
અને નકારાત્મક વિચારધારા
જો આપણું મન, વિચારો અને વ્યવહાર આ બંધનોમાંથી મુક્ત નહીં થાય, તો સાચી સ્વતંત્રતા અધૂરી જ રહેશે.

રાષ્ટ્રને નહીં, પોતાને બદલો
દેશ બદલાય છે જ્યારે લોકો બદલાય છે.
સ્વતંત્રતા દિવસ એ એક અરીસો છે, જે પૂછે છે –
"તું તારા જીવનમાં કેટલો સ્વતંત્ર છે? તે ડર, આળસ, અને જૂની ખોટી ટેવોમાંથી છૂટકારો મેળવ્યો છે કે નહીં?"

જો આપણે રોજિંદા જીવનમાં

સત્ય બોલવું,
મહેનત કરવી,
બીજાના હક્કનું માન રાખવુ
જેવા આદર્શોને અપનાવીએ, તો 15 ઓગસ્ટ ફક્ત કેલેન્ડરનો દિવસ નહીં, પરંતુ જીવવાનો રસ્તો બની જશે.
યુવાનો માટે સંદેશ
યુવાનો આજે સોશિયલ મીડિયા, ટેક્નોલોજી અને વૈશ્વિક તકોથી ભરેલા યુગમાં જીવે છે. તમારી અંદરની ઊર્જા દેશના ભવિષ્યનું નિર્માણ કરી શકે છે.
આજના સમયમાં સૈનિક સરહદ પર લડે છે, પરંતુ તમે શિક્ષણ, વિજ્ઞાન, કળા અને ઈમાનદારીથી દેશને મજબૂત બનાવી શકો છો.

આજથી એક પ્રતિજ્ઞા
આ 15 ઓગસ્ટે ફક્ત તિરંગાને સલામી આપો એટલું નહીં, પરંતુ એક પ્રતિજ્ઞા લો —

હું મારી ફરજ ઈમાનદારીથી નિભાવું છું.
હું મારા શહેર અને ગામને સ્વચ્છ રાખીશ.
હું બીજાની મદદ કરવા તૈયાર રહીશ.
હું પોતાને સુધારી દેશને સુધારવામાં યોગદાન આપીશ.
સાચી દેશભક્તિ એ છે કે જ્યારે કોઈ જોઈ રહ્યું ના હોય, ત્યારે પણ તમે સત્ય અને ન્યાયના માર્ગે ચાલો.

“સ્વતંત્રતા ફક્ત મેળવવાની નથી, એને રોજ જીવી લેવાની છે.”
આ વર્ષે 15 ઓગસ્ટ પર ફક્ત ઉજવણી નહીં, બદલાવની શરૂઆત કરીએ.

Kartikkumar Vaishnav

Read More

નવી સ્કીલ અને નવી ટેક્નોલોજી – આજના સમયમાં જીવનની અનિવાર્ય ચાવી

આજનો યુગ ઝડપથી બદલાઈ રહ્યો છે. થોડા વર્ષો પહેલા જે ટેક્નોલોજી નવી હતી, આજે તે જૂની થઈ ગઈ છે. કામ કરવાની રીત, બિઝનેસ ચલાવવાની રીત, લોકો સાથે વાત કરવાની રીત – બધું બદલાઈ ગયું છે. આ બદલાવમાં પોતાને અપડેટ રાખવું, નવી સ્કીલ શીખવી અને નવી ટેક્નોલોજી અપનાવવી – આ હવે ઑપ્શન નથી, પણ જરૂરીયાત બની ગઈ છે.

શીખીશું તો ફાયદા
કરિયર ગ્રોથ અને તકો – નવી સ્કીલ્સ તમને માર્કેટમાં સ્પર્ધાત્મક બનાવે છે. તમે તમારી હાલની નોકરીમાં પ્રમોશન મેળવી શકો છો અથવા વધુ સારી નોકરી મેળવી શકો છો.
આર્થિક લાભ – નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કામ ઝડપથી અને અસરકારક રીતે કરી શકો છો, જે તમને વધુ કમાણીના રસ્તા ખોલી આપે છે.
આત્મવિશ્વાસ – જ્યારે તમે નવી વસ્તુ શીખો છો, ત્યારે તમારો આત્મવિશ્વાસ વધે છે અને તમે નવી ચેલેન્જ માટે તૈયાર રહો છો.
સમય સાથે ચાલવું – ટેક્નોલોજી અપનાવવાથી તમે પાછળ પડતા નથી, તમે સમય સાથે આગળ વધો છો.
નહીં શીખીએ તો નુકસાન
પાછળ રહી જવું – દુનિયા આગળ વધી રહી છે, અને જો તમે અપડેટ નહીં રહો તો માર્કેટમાંથી બહાર થવાનો ખતરો છે.
તકો ગુમાવવી – નવી સ્કીલ વગર, ઘણી સારી તકો તમારા હાથમાંથી સરકી જશે.
નિર્ભરતા વધવી – તમે બીજા પર વધુ આધાર રાખવા લાગશો, જે તમારી પ્રગતિમાં અવરોધ લાવે છે.
આત્મવિશ્વાસ ઘટવો – જૂની રીતો પર અટવાઈ જવાથી તમે નવો પડકાર સ્વીકારવામાં ડરી જશો.
યાદ રાખો
નવી સ્કીલ અને ટેક્નોલોજી શીખવી એ માત્ર નોકરી કે બિઝનેસ માટે નથી – એ તમારી જીવનશૈલી, વિચારશૈલી અને ભવિષ્ય માટે છે.
શીખવું એ રોકાણ છે, જેનું વ્યાજ આખી જિંદગી મળે છે.

તેથી, આજથી જ નક્કી કરો – દર વર્ષે એક નવી સ્કીલ શીખવાની અને નવી ટેક્નોલોજી સમજવાની આદત બનાવો. કારણ કે જે શીખે છે, તે જ આગળ વધે છે!



વાર્તા – બે કામદારોની કહાની



એક શહેરમાં બે મિત્ર કામ કરતા હતા – મનોજ અને રાજેશ. બંને એક જ ફેક્ટરીમાં મજૂરી કરતા.

ફેક્ટરીમાં નવા મશીનો આવવાના હતા, જેનું ઓપરેટિંગ શીખવું જરૂરી હતું. મેનેજમેન્ટે બધા કામદારોને કહ્યું કે, “જે આ નવુ મશીન ચલાવતા શીખશે, તેને સારી સેલેરી અને પ્રમોશન મળશે.”



મનોજે વિચાર્યું – “હવે ઉંમર થઈ ગઈ છે, નવું શીખવાની તાકાત ક્યાં? જૂનું કામ તો આવડે છે, એ જ કરું.”

રાજેશે વિચાર્યું – “શીખવું મુશ્કેલ હશે, પણ પ્રયત્ન કરવો જોઈએ. નવું શીખવાથી ભવિષ્ય સુરક્ષિત રહેશે.”



રાજેશે તાલીમ લીધી, થોડી મુશ્કેલીઓ આવી, પણ તે હાર્યો નહીં. થોડા મહિનામાં તે નવા મશીનનો નિષ્ણાત બની ગયો.

જ્યારે ફેક્ટરીએ નવા મશીનો શરૂ કર્યા, ત્યારે મનોજને કામ કરવું મુશ્કેલ પડી ગયું અને તે જૂના કામમાં મર્યાદિત રહી ગયો.

રાજેશને માત્ર પ્રમોશન જ નહીં, પણ તેના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો.



શીખવાનો નિર્ણય રાજેશને આગળ લઈ ગયો, જ્યારે શીખવાની ના પાડવાનો નિર્ણય મનોજને પાછળ રાખી ગયો.

“સમય બદલાય છે, અને સમય સાથે બદલાવ અપનાવનાર જ સાચા વિજેતા બને છે.”



KARTIKKUMAR VAISHNAV

Read More