જૂની અને નવી પેઢીનું વાકયુદ્ધ
યુદ્ધનું નામ પડ્યું જનરેશનગેપ.
હમેંશા ચાલતા રહે બે પેઢીના વેર,
એ છે હમેંશા ચાલતા વિચારોનાં ફેર,
વડીલોના બંધન ના ગમે,
હમેંશા જોઈએ આઝાદી.
જુનવાણી કહે રિવાજોને,
રિવાજો બધા ફગાવી દીધા.
પુરાણી વસ્તુઓ છે સદીઓ જૂની,
એન્ટિક કહીને સજાવે ઘરમાં રુડી.
ચાલતું રહે યુદ્ધ તુમુલ વિચારોનું,
પણ મનમેળ સદા બની રહે એકબીજાનો.
""અમી""