મન અને મગજ આ બંને જુદા છે...મગજ ખબર છે ક્યાં છે પણ મન ? મન તો ઉડતા પક્ષી જેવું ....કઈ ડાલી એ બેસી ને કલશોર કરે ખબર જ ના પડે .એ બંને વચ્ચે જયારે યુદ્ધ થાય ને તો જયારે મગજ જીતે તો આપણે લાગણી થી હારી ગયાની લાગણી ઘેરી વળે ...અનેજો મન જીતે તો?જાત સાથે અન્યાય અને આત્મસમ્માન ને ઠેસ પોહ્ચ્યાની લાગણી ઘેરી વળે ...તો કરવું શું? કૈક જતું કરીને સંબંધ સાચવી લેવો કે પછી અહં પંપાળી ને એ વહેમ માં જીવવું કે આવું ચલાવી ના લેવાય ....મન અને મગજ બંને આપડા ગમે ત્યાંથી થયેલ હાર પણ આપણી ....પણ હા સંબંધ અને માણસ જે આપનો હોય એ સચવાય ...ભલે થોડું આત્મસમ્માન કચવાય ..