પૂછ્યું એમણે,
કે મને શું ગમે?
કહ્યું મેં,
એક નિસીમ સાગર, એક નાવ,
ને એ નાવ પર હું અને તમે.
બીજું શું ગમે?,
ઉપર એક નિ:શબ્દ રાત્રિ,
ને આભમાંથી તારલાઓ ઝમે.
બીજું શું ગમે?,
તારા ખોળામાં મારું મસ્તક
ને કેશમાં તારી આંગળીઓ રમે.
બીજું શું ગમે?
તું ને હું, બે મીણબત્તીની જ્યોત,
પ્રાર્થના એ કે તારા પહેલા મારી શમે.🍂🍃
-અજ્ઞાત