20 વર્ષ જૂની ગાડી હોય કે હોય લેટેસ્ટ મોડલ
જુના હોય કે નવા, ચાર વ્હીલ જરૂરી છે.
સ્ટેરીંગ અને તેનાં પરની પકડ, સાથે-સાથે ડ્રાઈવિંગ આવડવું જરૂરી છે.
જરૂરી નથી દરેક ટ્રીપમાં, આજુબાજુની દરેક સીટ ભરેલીજ હોય.
જરૂરી નથી દરેક વખતે, બધા રસ્તા સારા અને જોયેલાજ હોય.
જરૂરી નથી તે રસ્તા પર, તમેજ સૌથી આગળ હોવ.
જરૂરી નથી કે દરેક વખતે, છાયળામાંજ પાર્કિંગ મળે.
રસ્તો કાપવાનો છે એ નક્કી છે, પરંતુ ક્યાં ઉભા રહેવાનું છે તે ખબર હોવી જરૂરી છે.
કોઈ પણ રસ્તા પર નીકળતા પહેલા, પેટ્રોલ,પાણી કે પૈસા સાથે-સાથે એસી,વાઈપર ને હીટર માહોલ પ્રમાણે ચેક કરી નીકળવું જરૂરી છે.
સૌથી જરૂરી,
ગાડીની તાકાત અને એવરેજને ધ્યાનમાં રાખીનેજ જયાં પહોંચવું છે, તે મુકામ નક્કી કરવું જરૂરી છે.
તમે ડ્રાઈવર છો, તો સ્વાભાવિક છે કે, તમારી સાથે તમારી ગાડીમાં બેઠેલ તમારો પરીવાર
જેટલી જર્નીંની મજા લઈ, એન્જોય કરશે એટલી મજા તમે નહીં કરી શકો,
કેમકે
અત્યારે ડ્રાઈવિંગ એ તમારૂં કામ પણ છે, અને જવાબદારી પણ.
જીવનરૂપી ગાડીનું પણ, આવુજ કંઈક તથ્ય છે.