વિશ્વસનીય
સમગ્ર જીવનકાળ દરમિયાન, વિશ્વસનીય વ્યક્તિઓ મળતાજ રહે છે, એમા કોઈ મોટી વાત નથી.
મોટી વાત એ છે કે
જે તે વ્યક્તિની વિશ્વસનીયતા લાંબુ ટકતી નથી.
આપણાં કે તે વ્યક્તિના સમય,સંજોગો પ્રમાણે તે વિશ્વસનીયતા ઓછી વધારે થતી રહે છે, કે પછી કોઈવાર સામેથી દગો પણ મળે છે.
આમાય પૂરો વાંક એનો નથી હોતો, ઘણીવાર આપણાંજ મનમાં તે વ્યક્તી વિશે શંકા જાગે છે, અને તે શંકા સાચી છે કે ખોટી તે ચકાશવા આપણું જે વર્તન બદલાય છે, ત્યારે સામે વાળાને ખૂબ દુઃખ થતુ હોય છે.
વિશેષ
વિશ્વસનીય વ્યક્તી મળવો સહેલો છે.
વિશ્વસનીય બનવું અતી કઠીન છે.
#વિશ્વસનીય