છે બસ હવે મને આરામ જ આરામ તારા પ્રેમમાં,
હવે નહિ જોઈએ તારા પ્રેમ સિવાય જીવનમાં..!
તારું નામ લેતા તું યાદ આવવા લાગે મને,
દિવસ રાત બસ જપતો રહુ છું તારા નામની માળા..!
નથી જોઈતું બીજું કંઈ મારા જીવનમાં,
બસ તારો પ્રમ મળે અવિરત મારા જીવનમાં..!
પામવા માટે આજે જંખી રહ્યો છું તને,
બસ એક આશા જીવનમાં તું મારી બને..!
તું મળે તો જગ ને જીતી હું સમ્રાટ થઈ જાવ,
બસ તે પહેલા તું કહી દે હું તારી રાણી છું...!
આખરી ઈચ્છા બસ એટલી તું બને મારી સંગિની,
બસ હવે કરવો આરામ તારા પ્રેમ કેરા જીવનમાં...!
જીત ગજ્જર
#આરામ