અજબ કહાની....
હાસ્ય ને અશ્રુ ની, આ તે કેવી ભાગીદારી?
બંનેનું અસ્તિત્વ છે, એકમેકને આભારી...
હસતાં-હસતાં, રડી પડવાની, આ તે કેવી બીમારી?
રડતાં કોઈની યાદમાં, હસી પડવાની અદા નિરાળી...
હોઠો ને મુસકાન ની, આ કેવી રીત નિરાળી?
હોઠ હસે તો, આંખો રડે, છે ને અજીબ નિશાની...
પાણીને નયનોની, જામે જોડી કેવી મઝાની?
દરિયાની ખારાશ પણ, એની સામે લાગે નકામી...
હૃદયને અશ્રુ ની પણ, કેવી દોસતી નિરાળી?
હૃદય ભરાય તો, આંખો વહે, છે ને અજબ કહાની..
Neha Desai, USA