Gujarati Quote in Motivational by Jayrajsinh Chavda

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અમસતી_વિચારધારા_Post_1

•નીચેનો ફોટો જોઈને યાદ આવ્યું કંઈ?

•મિત્રો,મને તો ઘણું યાદ આવ્યું,જ્યારે આપણે નાના હતાં ત્યારે આખી પેન્સિલને સંચાથી અણી કાઢી કાઢીને નાની કરી નાખતાં.પણ હાલના સમયમાં હાલત તે જ છે, માત્ર બદલ્યા છે તો ફક્ત પાત્રો જ.પહેલાં આપણે પેન્સિલની અણી કાઢતાં હતાં અને હાલના સમયમાં પેન્સિલની જગ્યા માણસને આપવામાં આવી છે.હા મિત્રો અત્યારના સમયમાં માણસની પરિસ્થિતિનો મજાક બનાવીને તેની એક ખરાબ હદ સુધી અણી કાઢતાં કોઈ અચકાતું નથી.

•પણ આતો સમય છે સાહેબ,ક્યારેક તમારો તો ક્યારેક બીજાનો માટે જો ક્યારેય તમારો સમય આવે તો તમારાથી નીચેના અને જરૂરિયાતવાળા લોકોની મદદ કરી લેજો.કોને ખબર સમયના ચક્રમાં ક્યારે તમારે પણ કોઈ બીજાની મદદની જરૂર પડે?માટે સારા સમયમાં કોઈ મજબૂર લોકોની અણી ન કાઢતાં સાહેબ!

• અત્યારના સમયે મે ઘણા લોકો એવા જોયા છે કે જે માત્ર બે પૈસા કમાઈને પોતાને આ પૃથ્વીના માલિક સમજે છે,પણ તે ક્યારેય ન ભૂલવું કે આ પૃથ્વીની માલિકીનો માલિક બધાને ચોવીસ કલાક નોટિસ કરે જ છે.

•આપણે કોઈએ ક્યારેય વિચાર્યુ નહિ હોય કે એકીસાથે ત્રણ-ચાર મહિના સમગ્ર વિશ્વ બંધ રહેશે પણ કોરોનાએ તે કરી બતાવ્યું કેમકે ઘણા ઘમંડીઓ આ પૃથ્વીને પોતાની જાગીરી માની લીધી હતી અને જો કોઈને આવો ફાંકો હોય તો રોકી બતાવો પૃથ્વીની ફરવાની ગતિ ને!

•આપણે આપણા સમયમાં બીજાની અણી કાઢવાના બદલે કોઈ નબળાનો હાથ પકડીશું તો ક્યારેય આપણા ખરાબ સમયમાં કોઈકનો હાથ આપણા માટે મદદ કરવા તૈયાર જ હશે.

"#જોજે_તારાથી_ન_થાય_અપમાન_કોઈનું ,
#કેમકે_તો_જ_જળવાશે_સ્વાભિમાન_તારું !"

•માટે ખોટી અણી કાઢવાનું બંધ કરીને માનવતાને નવી દિશા આપવાની જરૂર છે.

-જયરાજસિંહ ચાવડા

Gujarati Motivational by Jayrajsinh Chavda : 111558509
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now