"આજકાલ લોકો નાની સૂની વાતમાં આત્મહત્યા કરે છે", આ વાક્ય બોલવુ કેટલુ સરળ છે....!! આજનો માનવી ઉત્પાત અધીરાઈ તેમજ અસંતોષી બન્યો છે. અથવા અન્ય લોકો દ્વારા થતુ ટોર્ચર અને પેટની 'ભુખ' માટેના કારણો જવાબદાર હોઈ શકે.
પણ આપણે જેટલી સરળતાથી કહી દઇએ છીએ કે 'આમ આત્મહત્યા ન કરાય' પણ જેના પર વિતે છે તે જ આ વાત કદાચ જાણતો હશે...!
વિચારતા કરો કે એ કેટલી હદે એ લોકોથી અને પોતાની જીંદગીથી કંટાળી ગયો હશે ? કે તેને તેના સગા વહાલા તો નહી પણ 'પોતાના ખુદનો જીવ' પણ વહાલો ન લાગ્યો....!
ઈશ્વર એ આ સંસાર એટલો સુંદર બનાવ્યો છે કે પોતે અહી એ સુખ ભોગવવા અને શાંતિ કાયમ કરવા આવ્યા.
"વિવિધ રચના કરીને આવ્યો રસના લેવાને,
શિવ થકી જીવ એ જ આશે...! "
આમ છતા અહી જ રહેતા માનવીઓ ભગવાનને વખોળે છે.અને કહે છે કે તે આ સંસાર આવો કેમ બનાવ્યો ? સંસાર તો તેના જ પથ પર ચાલે છે.પણ આપણે તેના નિયમો વિરુધ્ધ ચાલીએ છીએ એટલે જીંદગી ઝેર જેવી લાગે છે.
દુઃખ તો એ દેશના સૈનિકો માટે થાય છે કે જે પોતાના જીવની પર કર્યા વગર દેશની રક્ષા કાજે પોતાને આમ માટીમાં રોળી દે છે તેઓ આત્મહત્યા તો આમ નથી કરતા પણ દેશ માટે શહીદ થાય છે તેથી તેના માટે વધુ દુ:ખ છે.🙏🙏🙏