કુષ્ણ એ ગીતા માં કહ્યું છે કે જે પણ વ્યક્તિ પોતાના છેલ્લા શ્વાસ વખતે મારુ સ્મરણ કરે છે તે મોક્ષ મેળવે છે. આમાં એક રીતે જોઈએ તો કુષ્ણ પરમ સ્વાર્થ ની ઘોષણા કરતાં માલૂમ પડે છે,જે વસ્તુ આપણને નજરે પડે છે તેનો વિચાર કુષ્ણ એ ન કર્યો હોય એ પણ ન બને,તો આનો સાચો અર્થ શુ કરવો ?.
કુષ્ણ ગીતા માં માત્ર વ્યક્તિ-વાચક નથી રહી શક્યા, ગીતા માં નાં ઘણા વાક્યો તે પરમાત્મા તરફ થી પણ બોલ્યા છે.જે કુષ્ણ માં ના પરમ તત્વ ને જાણે છે તે જ તત્વ ને યાદ કરવાનું કુષ્ણ અહીં કહે છે મતલબ આકાર વગરનું એ પરમ તત્વ જેનું સ્મરણ કરવાથી વ્યક્તિ નાં મનમાં કોઈ ઈચ્છા કે આશા બાકી નથી રહી શકતી અને આત્મા ના સિદ્ધાંત અનુસાર તેમનો આગળ જન્મ થતો નથી અને એને જ મોક્ષ કહ્યું છે.