મમતા
મુજ માત તણી ચિતાની રાખ હજી ગરમ હતી ,
દુઃખ મારા જોય રડી પડતી કેવી નરમ હતી,
સાથે રહેવા બાકીની જિંદગી પિતા તણી મમતા હતી,
દર્દ પી જઇ કોઈ ચિંતા કરતો નહિ કહેવાની ક્ષમતા હતી,
પથારી પકડી માતના વિયોગમાં તાત પણ આજે
નજર સામે દેખાય મુજને તેનું મોત પણ ગાજે ,
ચાલતા નથી હાથ પગ હવેતો મારા પણ ,
જાણે હુંજ ઊંચકી રહ્યો છું મારીજ લાસ પણ ,
નાવડી મારી મઝધારે ઉભી તૂટેલ સઢ હતી ,
પ્રતીતિ પાર કેમ કરશો સાગર પવનની લહેર પણ હતી વેરી હતી .
પ્રતીતિ